Basavaraj bomai

Basavaraj bomai Statement: કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ હારની જવાબદારી લીધી જાણો શું કહ્યું…

Basavaraj bomai Statement: આ હારના ઘણા કારણો છે, અમે તમામ કારણો શોધી કાઢીશું અને સંસદીય ચૂંટણી માટે ફરી એકવાર પાર્ટીને મજબૂત કરીશું: બસવરાજ બોમાઈ

નવી દિલ્હી, 13 મેઃ Basavaraj bomai Statement: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના અત્યાર સુધીના વલણોમાં કોંગ્રેસ બહુમતીના આંકડાથી આગળ છે. જોકે પરિણામો આવવાના બાકી છે, પરંતુ કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ હારની જવાબદારી લીધી છે. તેમણે કહ્યું કે તે આ હારની જવાબદારી લે છે. બોમાઈએ કહ્યું કે આ હારના ઘણા કારણો છે, અમે તમામ કારણો શોધી કાઢીશું અને સંસદીય ચૂંટણી માટે ફરી એકવાર પાર્ટીને મજબૂત કરીશું.

બસવરાજ બોમાઈ પોતાની બેઠકથી જીતી ગયા

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ રાજ્યના હાવેરી જિલ્લાના શિગગાંવથી તેમની બેઠક જીતી ગયા છે. જણાવી દઈએ કે 2018માં શિગગાંવ સીટ ભાજપે જીતેલી 104 સીટોમાંથી એક હતી. તે છેલ્લી ચૂંટણીમાં બોમાઈએ જીતી હતી. આ બેઠક પરથી કોંગ્રેસના સૈયદ અઝીમપીર કાદરી બીજા અને અપક્ષ ઉમેદવાર સોમન્ના ઉર્ફે સ્વામીલિંગ બેવિનમરદ ત્રીજા ક્રમે આવ્યા હતા.

આ પણ વાંચો.. Swamiji ni Vani part-12: ધર્મને અનુરૂપ, ધર્મ્ય કર્મ કરવાં એ મનુષ્યની ફરજ છે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો