bipin rawat image

Bipin rawat passed away: તમિલનાડુના કુન્નુરમાં હેલિકોપ્ટર ક્રેશમાં CDS બિપિન રાવત નું નિધન

Bipin rawat passed away: ભારતીય વાયુસેનાએ બિપિન રાવતના મૃત્યુની પુષ્ટિ કરી છે.

નવી દિલ્હી, ૦૮ ડિસેમ્બરઃ Bipin rawat passed away: દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવતનું આજે હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. આજે બપોરે તમિલનાડુના કુન્નુરમાં વાયુસેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

આ હેલિકોપ્ટરમાં જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત કુલ 14 લોકો સવાર હતા. આ અકસ્માતમાં તેમની પત્ની મધુલિકા રાવતનું પણ મોત થયું છે. ભારતીય વાયુસેનાએ બિપિન રાવતના મૃત્યુની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો: Army helicopter crash: કુન્નૂરમાં સેનાનું IAF Mi-17V5 હેલિકોપ્ટર ક્રેશ, CDS બિપિન રાવત હતા સવાર

રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તમિલનાડુમાં આજે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 સશસ્ત્ર દળોના જવાનોના આકસ્મિક અવસાનથી ખૂબ જ દુઃખી છે, તેમણે ટ્વિટ કર્યું. તેમનું અકાળે અવસાન એ આપણા સશસ્ત્ર દળો અને દેશ માટે અપુરતી ખોટ છે.

Whatsapp Join Banner Guj