cancel train 2

Canceled train list: વડોદરા ડિવિઝનમાં સ્ટીલ ટ્રસ બ્રિજના નિર્માણ કાર્યને કારણે કેટલીક ટ્રેનોને અસર

Canceled train list: વડોદરા-ગેરાતપુર સેક્શનમાં કણજરી બોરીયાવી-ઉત્તરસંડા સ્ટેશનો વચ્ચે. સ્ટીલ ટ્રસ બ્રિજના નિર્માણ કાર્યને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

whatsapp banner

વડોદરા, 08 એપ્રિલ: Canceled train list: પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના વડોદરા-ગેરતપુર સેક્શનના કણજરી બોરિયાવી અને ઉત્તરસંડા સ્ટેશન વચ્ચે ડબલ લાઇન હાઇસ્પીડ રેલવેના કિમી 443/5-6 પર સ્ટીલ ટ્રસ બ્રિજ (1X100M) ના નિર્માણ કાર્ય માટે બ્લોકને કારણે, કેટલીક ટ્રેનોને અસર થશે જેની વિગતો નીચે મુજબ છે:-

10 એપ્રિલ 2024ના રોજ રદ કરાયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09495 વડોદરા-અમદાવાદ પેસેન્જર સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09496 અમદાવાદ-વડોદરા પેસેન્જર સ્પેશિયલ
  3. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  4. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  5. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
  6. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ

આ પણ વાંચો:- Heat Wave Alert: લૂથી બચવા માટે શું કરવું અને શું ન કરવું; સચોટ સલાહ નોંધી લો જલ્દીથી

11 એપ્રિલ 2024ના રોજ રદ કરાયેલી ટ્રેનો

  1. ટ્રેન નંબર 09273 વડોદરા-અમદાવાદ મેમુ સ્પેશિયલ
  2. ટ્રેન નંબર 09312 અમદાવાદ-વડોદરા મેમુ સ્પેશિયલ
  3. ટ્રેન નંબર 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
  4. ટ્રેન નંબર 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
    10 અને 11 એપ્રિલ 2024ના રોજ આંશિક રીતે રદ થનાર ટ્રેનો
  5. ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન વડોદરા અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  6. ટ્રેન નંબર 19034 અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી શોર્ટ ઓરિજીનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે.
  7. ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને આ ટ્રેન અમદાવાદ-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  8. ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ વડોદરાને બદલે અમદાવાદથી શોર્ટ ટર્મિનેટ (પ્રારંભ) થશે અને આ ટ્રેન વડોદરા-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનો:
  9. 08 એપ્રિલ 2024 ના રોજ ગુવાહાટીથી ઉપડતી ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  10. 09 એપ્રિલ 2024ના રોજ સિકંદરાબાદથી ચાલતી ટ્રેન નંબર 22718 સિકંદરાબાદ-રાજકોટ એક્સપ્રેસ 03 કલાક 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  11. 10 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી સુપરફાસ્ટ એક્સપ્રેસ 10 મિનિટ રેગ્યુલેટ થશે.
  12. 10મી એપ્રિલ 2024ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નંબર 16533 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 50 મિનિટ રેગ્યુલેટ થશે.
  13. 10મી એપ્રિલ 2024ના રોજ જામનગરથી ઉપડતીટ્રેન નંબર 12477 જામનગર-શ્રી વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ 30 મિનિટ રેગ્યુલેટ થશે.
  14. 10મી એપ્રિલ 2024ના રોજ સિકંદરાબાદથી ઉપડતી ટ્રેન નંબર 20967 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ 03 કલાક 45 મિનિટ રેગ્યુલેટ થશે
  15. 10મી એપ્રિલ 2024ના રોજ વારાણસીથી ઉપડતી ટ્રેન નંબર 22467 વારાણસી-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ 03 કલાક રેગ્યુલેટ થશે
  16. 11 એપ્રિલ 2024ના રોજ ગાંધીનગરથી ઉપડતી ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ 30 મિનિટ માટે રેગ્યુલેટ થશે
  17. 11 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ 15 મિનિટ રેગ્યુલેટ થશે
  18. 11 એપ્રિલ 2024 ના રોજ જોધપુરથી ઉપડતી ટ્રેન નંબર 16507 જોધપુર-બેંગલુરુ એક્સપ્રેસ 01 કલાક 05 મિનિટ રેગ્યુલેટ થશે
  19. 11 એપ્રિલ 2024ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 04166 અમદાવાદ-આગ્રા કેન્ટ સ્પેશિયલ 01 કલાક 25 મિનિટ રેગ્યુલેટ થશે
  20. 09 અને 12 એપ્રિલ 2024 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડતી ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ 01 કલાક 30 મિનિટ રેગ્યુલેટ થશે

ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, યાત્રીઓને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવા વિનંતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો