CM Kejriwal by ED Arrest

CM Kejriwal by ED Arrest: કયા પુરાવાના આધારે EDએ કરી CM કેજરીવાલને આરોપી બનાવી ધરપકડ કરી? વાંચો વિગત

CM Kejriwal by ED Arrest: આ કેસમાં EDએ એક મુખ્ય ચાર્જશીટ સાથે પાંચ પૂરક ચાર્જશીટ ફાઈલ કરી

whatsapp banner

નવી દિલ્હી, 22 માર્ચઃ CM Kejriwal by ED Arrest: EDએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીધી સંડોવણીના ઘણા પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. આ કેસમાં EDએ એક મુખ્ય ચાર્જશીટ સાથે પાંચ પૂરક ચાર્જશીટ ફાઈલ કરી હતી. આ તમામ ચાર્જશીટમાં ED સમગ્ર કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP) અને તેના પ્રમુખ અરવિંદ કેજરીવાલની સીધી સંડોવણીનો દાવો કર્યો છે.

આ પણ વાંચોઃ Rohan Gupta Resigns : ચૂંટણી પહેલા મોટો ઝટકો, રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ

26 નવેમ્બર, 2022ના રોજ દાખલ કરાયેલી મુખ્ય ચાર્જશીટમાં EDએ ઈન્ડો સ્પિરિટના માલિક અને કૌભાંડના આરોપી સમીર મહેન્દ્રુના નિવેદનને ટાંકીને સમગ્ર કૌભાંડમાં અરવિંદ કેજરીવાલની સીધી સંડોવણીનો સંકેત આપ્યો હતો. EDને આપેલા નિવેદનમાં સમીર મહેન્દ્રુએ કહ્યું હતું કે તેણે કૌભાંડના આરોપી વિજય નાયરને દિલ્હીની નવી એક્સાઈઝ નીતિ હેઠળ બિઝનેસમાં જોડાતા પહેલા કેજરીવાલને મળવા વિનંતી કરી હતી. બે વખત સમય નક્કી થયો પરંતુ મુખ્યમંત્રીના વ્યસ્ત કાર્યક્રમને કારણે મીટિંગ થઈ શકી ન હતી અને અંતે વિજય નાયરે કેજરીવાલને ફેસ ટાઇમ પર તેમની સાથે વાતચીત કરાવી હતી. 

આ પણ વાંચોઃ CSK New Captain Ruturaj Gaikwad: IPL 2024 પહેલા મોટી જાહેરાત, મહેન્દ્રસિંહ ધોનીએ ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટન્સી છોડી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો