World Water Day 2024

World Water Day 2024: કેવી રીતે જાણી શકાય કે પાણી પીવા લાયક છે કે નહીં?

World Water Day 2024: પાણીનો સ્પષ્ટ દેખાવ એ બાંહેધરી આપતો નથી કે તે પીવા માટે યોગ્ય છે

whatsapp banner

હેલ્થ ડેસ્ક, 22 માર્ચઃ World Water Day 2024: માણસ ખોરાક લીધા વિના ઘણા દિવસો સુધી જીવી શકે છે, પરંતુ પાણી વિના જીવનની કલ્પના કરી શકાતી નથી. પાણીનો સ્પષ્ટ દેખાવ એ બાંહેધરી આપતો નથી કે તે પીવા માટે યોગ્ય છે, તેથી તમે ઘરે જ આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તમે જે પાણી પી રહ્યા છો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં તે ચકાસી શકો છો.

આ પણ વાંચોઃ CM Kejriwal by ED Arrest: કયા પુરાવાના આધારે EDએ કરી CM કેજરીવાલને આરોપી બનાવી ધરપકડ કરી? વાંચો વિગત

TDS સ્તર: TDSનો ઉપયોગ પાણીની શુદ્ધતા ચકાસવા માટે થાય છે. તેના દ્વારા પાણી પીવા માટે યોગ્ય છે કે નહીં તે જાણી શકાય છે. WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) અનુસાર, જો પાણીનું TDS સ્તર 100થી 250 ppm (પાર્ટ્સ પર મિલિયન) હોય, તો આ પાણી પીવા માટે એકદમ સલામત છે. જો કે તેની માત્રા આનાથી વધુ કે ઓછી હોય તો તે યોગ્ય નથી.

પીએચ સ્તર: પીએચ સ્તર બતાવે છે કે પાણી કેટલું સખત અથવા નરમ છે. pH 7 એટલે શુદ્ધ પાણી. જો પાણીનું પીએચ સ્તર 7થી નીચે હોય, તો તેને સખત પાણી ગણવામાં આવે છે. તેને એસિડિક પાણી કહેવામાં આવે છે. જો પાણીનું pH સ્તર 7 થી વધુ હોય તો તેને ક્ષારયુક્ત પાણી કહેવામાં આવે છે. પીવાના પાણીનું pH લેવલ 7 થી 8 ની વચ્ચે હોય તો તે વધુ સારું છે.

આ પણ વાંચોઃ Rohan Gupta Resigns : ચૂંટણી પહેલા મોટો ઝટકો, રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યુ રાજીનામુ

ORP સ્તર: ORP એટલે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ, પાણીમાં ORPની માત્રા નકારાત્મક 1500 (-1500) mVથી વત્તા 1500 (+1500) mV સુધીની હોઈ શકે છે. ORP જેટલું નકારાત્મક છે, તેટલું સ્વચ્છ પાણી ગણવામાં આવે છે. મતલબ કે જો કોઈ જગ્યાએ પાણીની ORP -400 mV હોય, તો તે પાણી એકદમ સ્વચ્છ છે. જ્યારે ORP +400 હોય, તો તે પીવા માટે યોગ્ય નથી. પીવાના પાણીની ORP -400 mV થી -200 mVની વચ્ચે ગણવામાં આવે છે.

    દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો