Congress leader raja patria arrested

Congress leader raja patria arrested: કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાની ધરપકડ કરવામાં આવી, પીએમ મોદી પર કરી હતી આ ટિપ્પણી…

Congress leader raja patria arrested: મધ્યપ્રદેશના દમોહના હટ્ટાથી સવારે લગભગ 5.30 વાગે કોંગ્રેસના નેતા રાજા પટેરિયાની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી, 13 ડિસેમ્બર: Congress leader raja patria arrested: કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાની ધરપકડ કરવામાં આવી છે. રાજા પટેરિયાએ પીએમ મોદી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મધ્યપ્રદેશના દમોહના હટ્ટાથી સવારે લગભગ 5.30 વાગે કોંગ્રેસના નેતા રાજા પટેરિયાની ધરપકડ કરવામાં આવી હતી. નોંધનીય છે કે, કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાએ કથિત રીતે ‘PM મોદીની હત્યા’ને લઈ નિવેદન આપ્યું હતું.

કોંગ્રેસના પૂર્વ મંત્રી રાજા પટેરિયાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓ કથિત રીતે ‘PM મોદીની હત્યા’ની વાત કરી રહ્યાં છે. જોકે, બાદમાં તેઓએ પોતાનું નિવેદન પરત ખેંચી લીધું હતું. તેઓએ જણાવ્યું કે તેમનો અર્થ આગામી ચૂંટણીમાં મોદીને હરાવવાનો હતો. એટલું જ નહીં, તેમણે જણાવ્યું કે આવું ફ્લોમાં નીકળી જતું હોય છે. જણાવી દઇએ કે, ભાજપના નેતાઓએ વીડિયો શેર કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.

રાજા પટેરિયાનો જે કથિત વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ કેટલાક કાર્યકરોને સંબોધિત કરી રહ્યો છે. તેઓ એવું કહેતા જણાય છે કે, મોદી ચૂંટણી ખતમ કરી દેશે. મોદી ધર્મ, જાતિ અને ભાષાના આધારે ભાગલા પાડશે. દલિતો, આદિવાસીઓ અને લઘુમતીઓનું જીવન ખતરામાં છે. આથી જો બંધારણ બચાવવું હશે તો મોદીની હત્યા કરવા તૈયાર રહો. જો કે, પાછળથી તેઓ કહે છે કે હત્યા એટલે કે હાર.

આ પણ વાંચો: Ahmedabad-Howrah Express: એલએચબી રેક સાથે દોડશે અમદાવાદ-હાવડા એક્સપ્રેસ, જાણો…

Gujarati banner 01