holi festival 2021 dhuleti celebrations banned in gujarat 6308

હોળી અને ધુળેટીના તહેવારને લઇ રાજ્ય સરકારે જાહેર કરી ગાઇડલાઇન(holi guidelines), સૂચનાનો અમલ ન કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી

holi guidelines

ગાંધીનગર, 24 માર્ચઃ હોળી-ધૂળેટીના તહેવારને ગણતરીના દિવસો જ બાકી છે. તો બીજી તરફ રાજ્યમાં કોરોનાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષથી લોકો પોતાના ઘરમાં જ રહ્યાં છે, કોઇએ કોરોનાના કારણે કોઇ તહેવાર પણ ઉજવ્યો નથી. એક તરફ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ છે, સાથે જ સંક્રમિતોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. હવે રાજ્ય સરકારની ચિંતા પણ વધી ગઇ છે. તેથી ગુજરાત સરકારે હોળીની ઉજવણીને લઇને ગાઇડલાઇન(holi guidelines) જાહેર કરી છે.

ADVT Dental Titanium

ગુજરાતમાં હોળીનો તહેવાર(holi guidelines) ઉજવાય છે ત્યારે કોઈ મોટી ઘટના કે ઇમર્જન્સીના આવી પડે તે માટે 108 દ્વારા આગોતરું આયોજન કરાયું છે. રાજ્યભર માં 600 જેટલી 108 એમ્બ્યુલન્સ (Ambulance) તૈનાત રહેશે. આ સમય દરમ્યાન ખાનગી હોસ્પિટલમાં પણ રજા હોય છે જેથી વધારે સ્થળોએ 108 ઉપલબ્ધ કરાવીએ છીએ. ખાસ કરીને રાજ્યના ટ્રાઇબલ વિસ્તારોમાંથી હોળી અને ધુળેટીના દિવસ દરમ્યાન વધારે કોલ આવતા હોય છે. તેના માટે અમે અત્યારથી તૈયારી કરી છે.

સામાન્ય દિવસોમાં 108 સેવા માટે અંદાજે 2700 જેટલા કોલ્સ આવતા હોય છે જેમાં હોળીના દિવસે 10 ટકા જેટલો વધારો થાય છે કોલની સંખ્યા અંદાજે 3000 કરતા વધુ જઈ પહોંચે છે જ્યારે ધુળેટીના દિવસે સામાન્ય દિવસની તુલનાએ કોલમાં 43 ટકા જેટલો વધારો થાય છે અને કોલ્સ 4000 ની આસપાસ નોંધાતા હોય છે. પડવાથી વાગવાના કેસો હોળી અને ધુળેટીના દિવસે વધારે આવતા હોય છે. આણંદ, સુરત, નવસારી, ભરૂચ, નર્મદા, મહીસાગર, સુરત, વલસાડ, દાહોદ, સાબરકાંઠા, ખેડા, મહિસાગરમાંથી વધુ કેસો આવતા હોય છે.

Whatsapp Join Banner Guj

વધતા કોરોનાના કેસોને ધ્યાનમાં(holi guidelines) રાખીને આ વખતે 108 ઇમરજન્સી સેવાની જરૂરિયાત અગાઉ જેટલી ઉભી નહીં થાય એવી અપેક્ષા રખાઈ રહી છે કેમકે સરકારે કોરોનાની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રંગ અથવા પાણીથી હોળી અથવા ધુળેટી રમવાની પરવાનગી આપી નથી.

આ પણ વાંચો…..

સરકારે આંતરરાષ્ટ્રીય ઉડાનો (International Passenger Flights) પર લાગેલો પ્રતિબંધ વધારી દીધો, દેશમાં આ તારીખ સુધી નહીં ચાલે કોઈ કોમર્શિયલ ફ્લાઇટ