mausam

અરબી સમુદ્રમાં નિર્માણ થયેલું વાવાઝોડું(cyclone) ઓમાન તરફ ગયું, વાંચો ભારત માટે કેટલો ખતરો?

દિલ્હી, 12 મેઃ દેશ કોરોનાના નામના કહેરનો સામનો કરી રહ્યું છે ત્યાં હવામાન વિભાગએ આપેલી માહિતીથી વધુ ચિંતાનો વિષય ઉભો થયો છે. તાજેતરમાં જ જાણવા મળ્યું છે કે, નૈઋત્યના મોસમી પવનોને કારણે કેટલાક દિવસ દરમિયાન અરબી સમુદ્રમાં એક વાવાઝોડું(cyclone) પેદા થયું હતું. ઓછા દબાણને કારણે તેમજ નૃત્ય થી આવતા પવનને કારણે આ વાવાઝોડું(cyclone) સક્રિય થયું હતું અને વધુ બળવત્તર બન્યું હતું.

cyclone

જો કે હવામાન વિભાગે એવી શક્યતા જાહેર કરી હતી કે ભારતના પશ્ચિમી કાંઠા પર આ વાવાઝોડું(cyclone) ત્રાટકશે. જોકે હાલ ચિંતા ટળી ગઇ હોય તેમ લાગે છે. આ ચક્રવાત હવે ઓમાન તરફ જઈ રહ્યું છે. જોકે તેમ છતાં મહારાષ્ટ્ર સહિત પશ્ચિમી સમુદ્રી તટ પર જોરદાર વરસાદ પડવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ADVT Dental Titanium

આ પણ વાંચો…..

સોશિયલ મીડિયાનો સુંદર ઉપયોગ: પ્લાઝમા ડોનેટ(plasma donate) કરવા ઇચ્છુક તાલીમાર્થી માટે કરાઈ અકાદમીના S.P.એ ટ્વિટ કર્યું…વાંચો સંપૂર્ણ માહિતી