Grandson got new skin from grandfather leather

Grandson got new skin from grandfather leather: દાદાએ કરેલા ચર્મદાનથી પૌત્રના શરીરને મળી નવી ચામડી, વાંચો શું છે મામલો…

Grandson got new skin from grandfather leather: ગરમ દૂધની ખીર થી 50% જેટલું ગંભીર પ્રમાણમાં દાઝી ગયું હતું, વાંચો…

અમદાવાદ, 07 ડીસેમ્બર: Grandson got new skin from grandfather leather: પાંચ વર્ષનું એક બાળક ગરમ દૂધની ખીર થી 50% જેટલું ગંભીર પ્રમાણમાં દાઝી ગયું હતું. શરૂઆતના 40 દિવસની સારવાર રતલામ મધ્યપ્રદેશમાં લીધા બાદ પરિવારજનો બાળકને અમદાવાદ ખાતેની રાજસ્થાન હોસ્પિટલમાં ગંભીર હાલતમાં લઇને આવ્યા હતા. ડોક્ટર રાજકુમાર (સિનિયર પીડીયાટ્રીશન) અને ડોક્ટર સંકીત શાહ (બર્ન્સ એન્ડ પ્લાસ્ટિક સર્જન) હેઠળ તેને દાખલ કરવામાં આવ્યો હતો.

દર્દીના શરીરમાં ઇન્ફેક્શન ફેલાયેલું હતું અને બીજા અવયવ જેવા કે લીવર અને કિડની પર ઇન્ફેક્શનની અસર હતી. સેપટીસેમીયાને લીધે બાળકના પ્લેટલેટ માત્ર 25,000 (નોર્મલ 1,50,000 થી 4,50,000) હોવાથી તેના ઘાવ પર પ્લાસ્ટિક સર્જરી માટે તેના દાદાના શરીર પરથી ચામડી લેવામાં આવી. જેના પછી દર્દીની પરિસ્થિતિ સુધરી અને સાજા થયા પછી રજા આપવામાં આવી હતી. જેમની પાસેથી ચામડી લીધેલી હતી તે પણ સ્વસ્થ છે.

બાળકનીની સારવાર અહીં દોઢ મહિના જેટલી ચાલી હતી. બાળકના પરિવારે રાજસ્થાન હોસ્પિટલના ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને મેનેજમેન્ટનો ખુબ આભાર માન્યો હતો. ડોક્ટર રાજકુમારે જણાવ્યું હતું કે વધારે દાઝેલા બાળકોની પીડીયાટ્રીક આઈસીયુમાં સારવાર કરવામાં આવે છે. જેનાથી જટિલ ઇન્ફેક્શન સામે દર્દીને બચાવી શકાય છે.

ડોક્ટર સંકીત શાહના મુજબ દર્દી સિવાયના બીજા વ્યક્તિમાંથી ચામડી લેવાની પ્રક્રિયાને હોમોગ્રાફટીગ કે એલોગ્રાફટીગ કહેવામાં આવે છે. જે દાઝેલા દર્દી માટે જીવનદાન પુરવાર થાય છે.

આ પણ વાંચો: Delhi MCD election result: ભાજપના 15 વર્ષના શાસનનો આવ્યો અંત, આમ આદમી પાર્ટીએ આટલી બેઠકો જીતી…

Gujarati banner 01