murder

Delhi Murder Case: ફરી એક વાર શર્મસાર થઈ દિલ્હી; 350 રુપિયા માટે 17 વર્ષના છોકરાની હત્યા, જુઓ વીડિયો

Delhi Murder Case: આરોપીએ સગીર યુવકને એક કે બે વાર નહીં પરંતુ તેની છાતી અને ગરદન પર 60 વાર છરીથી ઘા માર્યા

નવી દિલ્હી, 23 નવેમ્બરઃ Delhi Murder Case: દેશની રાજધાની દિલ્હીથી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં માત્ર 350 રુપિયા માટે એક સગીરને 60 વખત છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આરોપી ત્યાં જ ન અટક્યો અને સગીરની લાશ પાસે ડાન્સ કરવા લાગ્યો. આ તમામ ચોંકાવનારી ઘટના ત્યાંના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દિલ્હીની એક ગલીમાં 16 વર્ષના છોકરાએ 17 વર્ષના છોકરાની ચાકુ મારીને હત્યા કરી નાખી છે. આરોપીએ સગીર યુવકને એક કે બે વાર નહીં પરંતુ તેની છાતી અને ગરદન પર 60 વાર છરીથી ઘા માર્યા હતા. એટલું જ નહીં ઘટના બાદ આરોપીએ લાશ પાસે ડાન્સ પણ કર્યો હતો.

આરોપીએ સગીરનું ગળું કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો અને તેના માથા પર લાત મારી હતી. આરોપીએ પડોશીઓને પણ છરી બતાવીને ધમકી આપી હતી. આ તમામ ઘટના બાદ ઘાયલ સગીર છોકરાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

જણાવી દઈએ કે, આ બધી ચોંકાવનારી ઘટના મંગળવારે રાત્રે ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસે બુધવારે સવારે 16 વર્ષના આરોપીની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેની સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી છોકરાએ શાળા છોડી દીધી છે અને તે દિલ્હીમાં તેના માતા-પિતા સાથે રહે છે. આરોપીના માતા-પિતા મજૂરી કરે છે. હત્યા સમયે આરોપી પીધેલી હાલતમાં હતો. હત્યા કરાયેલો છોકરો જાફરાબાદ પાસે તેની માતા સાથે રહેતો હતો.

આ પણ વાંચો… Good News For Passport Applicants: પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટે ગુડ ન્યૂઝ, હવે નહીં કરવું પડશે આ કામ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો