Passport

Good News For Passport Applicants: પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટે ગુડ ન્યૂઝ, હવે નહીં કરવું પડશે આ કામ…

Good News For Passport Applicants: હવે પાસપોર્ટ અરજદારને પોલીસ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે

અમદાવાદ, 23 નવેમ્બરઃ Good News For Passport Applicants: જો તમે પણ પાસપોર્ટ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર આવ્યા છે. હકીકતમાં, ગુજરાત પોલીસ દ્વારા પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા દ્વારા જારી કરાયેલ એક પરિપત્ર મુજબ હવે પાસપોર્ટ અરજદારને પોલીસ વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે.

સાથે જ પોલીસે પણ આ પ્રકારના વેરિફિકેશન માટે અરજદારના ઘરે જવાની જરુર નહીં પડે. પરિપત્ર મુજબ, પોલીસને શંકા જતી હોય અથવા તો અરજદારના અસ્તિત્વ અંગે કોઈ પ્રશ્ન હોય તો જ પોલીસ જે તે અરજદારના જાહેર કરાયેલા નિવાસે જઈ ચકાસણી કરશે.

પાસપોર્ટ વેરિફિકેશન માટે ફક્ત અરજદારની નાગરિકતા અને તેની ગુનાહિત પૂર્વ ભૂમિકા કે તેની સામે કોઈપણ પ્રકારના પોલીસ કેસ નોંધાય હોય તો તેની ચકાસણી કરવાની રહેશે અને તે મુજબ રિપોર્ટ આપવાનો રહેશે. પોલીસે અરજદારની સહી લેવાની જરૂર નથી કે સરનામાની ચકાસણી કરવાની પણ રહેતી નથી.

પોલીસ વડા દ્વારા જાહેર કરાયેલા આ પરિપત્રનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે અને પાસપોર્ટ અરજદાર ખોટી રીતે હેરાન ન થાય તે પણ જોવા જણાવાયું છે.

આ પણ વાંચો…. Global Fisheries Conference India 2023: ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નું અમદાવાદ ખાતે સફળતાપૂર્વક સમાપન

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો