Trains Affected News: એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને થશે અસર, જાણો સંપૂર્ણ ડિટેલ…

Trains Affected News: કીમ-કોસંબા સ્ટેશનો વચ્ચે 24 નવેમ્બરના રોજ એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

વડોદરા, 23 નવેમ્બરઃ Trains Affected News: 24 નવેમ્બર (શુક્રવાર)ના રોજ પશ્ચિમ રેલ્વેના વડોદરા-સુરત રેલ્વે વિભાગના કીમ-કોસંબા સ્ટેશનો વચ્ચેના વોક-વેનું કામ પૂર્ણ કરવા માટે લેવામાં આવેલ એન્જીનિયરીંગ બ્લોકને કારણે, કેટલીક ટ્રેનો રદ રહેશે, કેટલીક ટ્રેનો રૂટ પર રેગ્યુલેટેડ રહેશે.

રદ કરાયેલી ટ્રેન:

  • ટ્રેન નંબર 09082 ભરૂચ-સુરત પેસેન્જર સ્પેશિયલ રદ રહેશે.

રૂટ પર રેગ્યુલેટેડ ટ્રેન:

  • ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ 30 મિનિટથી નિયમન (લેટ) થશે.

ટ્રેન ફરીથી શેડ્યૂલ કરવામાં આવશે:

  • ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરીન એક્સપ્રેસ ઓખા થી તેના નિર્ધારિત સમયને બદલે 01 કલાક 30 મિનિટના વિલંબ સાથે ઉપડશે.

રેલ્વે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.

આ પણ વાંચો… Delhi Murder Case: ફરી એક વાર શર્મસાર થઈ દિલ્હી; 350 રુપિયા માટે 17 વર્ષના છોકરાની હત્યા, જુઓ વીડિયો

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો