delhi sabzi mandi building collapse

delhi sabzi mandi building collapse: દિલ્હી ખાતે સબ્જી મંડી વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ- વાંચો વિગત

delhi sabzi mandi building collapse: કાટમાળમાં કેટલીક ગાડીઓ પણ દબાયેલી છે. ઈમારત ધરાશાયી બાદ વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ, અહીં બે બાળકો ફસાયેલા છે

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બર: delhi sabzi mandi building collapse: નોર્થ દિલ્હીના સબ્જી મંડી વિસ્તારમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. ફાયર ડિપાર્ટમેન્ટની પાંચ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

સાક્ષીઓના જણાવ્યા અનુસાર કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે. કાટમાળમાં કેટલીક ગાડીઓ પણ દબાયેલી છે. ઈમારત ધરાશાયી બાદ વિસ્તારમાં અફરા તફરી મચી ગઈ છે. જણાવવામાં આવ્યુ છે કે કાટમાળમાં બે બાળકો ફસાયેલા છે.

આ પણ વાંચોઃ Virat Kohli may resign:વિરાટ કોહલી રાજીનામુ આપે તેવી શક્યતા, વનડે અને T-20માં આ ક્રિકેટર બની શકે કેપ્ટન

બપોરે 11:50 મિનિટ પર સબ્જી મંડીથી એક ફોન કોલ કરવામાં આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યુ હતુ કે અહીં એક ઈમારત ધરાશાયી થઈ છે. ઘટનાની માહિતી મળ્યા બાદ ઘટના સ્થળે પાંચ ફાયર ટેન્ડર ગાડીઓ પહોંચી છે. આ ઈમારત માલકા ગંજ નજીક, દિલ્હીમાં રૉબિન સિનેમાની સામે સ્થિત હતી.

ઉલ્લેખનીય છે કે, અગાઉ રવિવારે દિલ્હીમાં તેજ વરસાદ બાદ નરેલામાં એક જૂની ઈમારત ધરાશાયી થઈ હતી. રાહતની વાત એ રહી કે આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયા નહીં. જોકે આ ઈમારતને એનડીએમસીએ પહેલા જ જોખમી માળખુ જાહેર કર્યુ હતુ.

Whatsapp Join Banner Guj