CM oath

Gujarat Chief Minister takes oath: કેન્દ્રીય ગૃહમંત્રીની હાજરીમાં, રાજ્ય પાલે ગુજરાતના નવા નાથને અપાવ્યા શપથ- જુઓ વીડિયો

Gujarat Chief Minister takes oath: ગુજરાતના ઐતિહાસમાં પહેલી વખત કોઇ ધારાસભ્ય બન્યા સીધા જ મુખ્યમંત્રી

ગાંધીનગર, 13 સપ્ટેમ્બરઃ Gujarat Chief Minister takes oath: નવયુક્ત જાહેર થયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં લીધા શપથ.

ભાજપના નેતૃત્વમાં ફરી એકવાર ચોંકાવનારો નિર્ણય લેતાં ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી તરીકે સિલેક્ટ કરવામાં આવ્યા છે. પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે, એવામાં ભાજપે ચૂંટણી પહેલાં રાજ્યના આ મુખ્ય સમાજને સાધી લીધો છે. જોકે તે રાજ્યના તમામ મોટા પાટીદાર નેતાઓના મુકાબલે ખૂબ ઓછા ચર્ચામાં રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલને પસંદ કરવા પાછળ એક કારણ ભાજપના રાજ્યના મોટા નેતાઓને જૂથવાદને પણ ગણવામાં આવે છે. આ ઉપરાંત તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પસંદ સાથે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યપાલ આનંદીબેન પટેલના ખાસ છે.

આ પણ વાંચોઃ Virat Kohli may resign:વિરાટ કોહલી રાજીનામુ આપે તેવી શક્યતા, વનડે અને T-20માં આ ક્રિકેટર બની શકે કેપ્ટન

ગુજરાતના નવા મુખ્યમંત્રીના ઘરે ભૂપેન્દ્ર પટેલના ખુશી માહોલ છે. પાડોશીઓએ મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી તરીકે નિતિન પટેલની પસંદગી ન થતાં તેઓ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. મીડિયાના આગમન બાદ નિતિન પટેલના ઘરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે. 

Whatsapp Join Banner Guj