કોરોના નવા સ્વરુપે(delta plus variant)ચિંતામાં કર્યો વધારોઃ ભારત સહિતના ૯ દેશોમાં જોવા મળ્યો ડેલ્ટા વેરિએન્ટ પ્લસ, વાંચો શું કહેવું છે સ્વાસ્થ્ય મંત્રાલયનું?

નવી દિલ્હી, 24 જૂનઃdelta plus variant: કોરોનાની બીજી લહેર માંડ માંડ શાંત થઇ છે, ત્યાં કોરોના નવા સ્વરુપ ડેલ્ટા પ્લસ વેરિયંટે ચિંતા વધારી છે.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેલ્ટા પ્લેસ વેરિએન્ટ ૯ દેશોમાં છે જેમાં યૂકે, યૂએસ, જાપાન, રશિયા, ભારત, પૂર્તગાલ, સ્વિત્ઝર્લેન્ડ અને નેપાળનો સમાવેશ થાય છે.

ભારતમાં ડેલ્ટા પ્લેસ(delta plus variant)ના 40 કેસ ધ્યાનમાં આવ્યા છે અને હજુ તેને વેરિએન્ટ ઓફ ઇન્ટરસ્ટની શ્રેણીમાં રાખવામાં આવે છે. ડેલ્ટા વેરિએન્ટના કેસ કેરલ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ધ્યાનમાં આવ્યા છે. દરેક રાજયોને પત્ર લખીને આ નવા વેરિએન્ટને કેવી રીતે કાબુમાં કરવો તે અંગે જણાવવામાં આવ્યું છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટને કોઇ પણ ભોગે આગળ વધતો અટકાવવો છે.

delta plus variant

નિષ્ણાતોનું પણ માનવું છે કે ડેલ્ટા વેરિએન્ટ(delta plus variant) ભારતમાં કોરોના મહામારીની ત્રીજી લહેરનું કારણ બની શકે છે. સ્વાસ્થ્ય સચિવના  જણાવ્યા મુજબ ભારતની બંને વેકિસન કોવેકિસન અને કોવિશીલ્ડ ડેલ્ટા વેરીએન્ટ પર અસરકારક છે. નીતિ આયોગના સભ્ય વી કે પોલે આ દરમિયાન જણાવ્યું કે કોરોના વાયરસની લહેર કોરોનો સક્રિય રહેવાથી આવે છે. જો આપણે તેની સામે પ્રોટેકશન નહી કરીએ તો ભોગ બનતા વાર લાગશે નહી.

જો વાયરસ(delta plus variant) સ્વરુપ બદલી નાખે તો તે જોખમી સાબીત થાય છે આથી વાયરસને અનુકૂળ વાતાવરણ ઉભું થાય તેવો ચાન્સ જ નહી આપવો તે એક માત્ર ઉપાય છે.ઘણા દેશોમાં ચાર વેવ આવી ગયા છે. કોરોનાની વેવને લઇને કશુંજ ભવિષ્ય ભાખવું અઘરુ છે. જે લોકોએ કોરોનાની રસીના એક ડોઝ લીધો છે કે બે ડોઝ તેઓએ ભીડમાં જવું જોઇએ નહી. છેવટે તો માણસનું સ્વાસ્થ્ય કેવું છે તેના પર જ બધુ નિર્ભર છે. નોંધનીય છે કે, બાળકોનું ખાસ ધ્યાન રાખવું. જરુર ન હોય ત્યાં સુધી બાળકોને બહાર ન લઇ જવા. વધુ હિતાવહ છે.

આ પણ વાંચોઃ ગોત્રી હોસ્પિટલની પહેલ: મ્યુકર ના દર્દીની આંખનો ડોળો અને સારા સ્નાયુઓ જાળવીને અસરગ્રસ્ત હિસ્સો દૂર કરવાની સફળ સર્જરી(eyes surgery) કરી