JDTATA775

donor list: હુરૂન રિપૉર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશન દ્વારા વિશ્વના ટૉપ 50 દાનવીરોની યાદી જાહેરઃ ભારતના આ દિગ્ગજ ઉદ્યોગપતિનું નામ પહેલા ક્રમે- વાંચો વિગત

donor list: આ ટૉપ ૫૦ દાનવીર ની યાદીમાં ભારતના હજી એક ઉદ્યોગપતિ વિપ્રોના અજીમ પ્રેમજીનું પણ નામ સામેલ છે.

બિઝનેસ ડેસ્ક, 25 જૂનઃdonor list: ગ્રુપ ટાટાના સંસ્થાપક જમશેદજી ટાટા સદીના સૌથી મોટા દાનવીર બનીને સામે આવ્યા છે. આ સાથે જ જમશેદજી ટાટાએ દાન કરવાની બાબતમાં અમેરિકાના બિલ ગેટ્સ અને વોરન બફેટ જેવા મોટા ઉદ્યોગપતિઓને પાછળ છોડી દીધા છે. હુરૂન રિપૉર્ટ અને એડેલગિવ ફાઉન્ડેશન દ્વારા વિશ્વના ટૉપ ૫૦ દાનવીરોની યાદી બનાવવામાં આવી હતી.

દેસ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

આ સૂચિમાં (donor list) પહેલા ક્રમે ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ જમશેદજી ટાટા(Jamsetji Tata)નું નામ અંકિત છે. રિપૉર્ટ અનુસાર સદીમાં જમશેદજી ટાટાએ 102 અબજ અમેરિકન ડૉલરનું દાન આપ્યું હતું. જેને કારણે તે હવે સદીના સૌથી મોટા દાનવીર બની ગયા છે. હુરૂન અધ્યક્ષ અને મુખ્ય શોધકર્તા રૂપર્ટ હુગવેર્ફે મીડિયા સાથે વાતચીતમાં જમશેદજી ટાટાનો ઉલ્લેખ કર્યો હતો.

દેસ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા અહીં ક્લીક કરો.

donor list: આ ટૉપ ૫૦ દાનવીર(Jamsetji Tata)ની યાદીમાં ભારતના હજી એક ઉદ્યોગપતિ વિપ્રોના અજીમ પ્રેમજીનું પણ નામ સામેલ છે. તેમણે પોતાની ૨૨ અબજ ડૉલરની સંપત્તિ દાનમાં આપી છે. આ યાદીમાં ૩૮ લોકો અમેરિકાના છે, પાંચ બ્રિટનના, ચીનના ત્રણ લોકોનું નામ સામેલ છે. આ દાનવીરોએ કુલ ૮૩૨ અબજ ડૉલરની સંપત્તિ દાન કરી છે.

આ પણ વાંચોઃ Meeting with PM: જમ્મુ-કાશ્મીરના નેતાઓની સાથે વડાપ્રધાન મોદીની બેઠકમાં શું થયું અને કોણે શું કહ્યું? વાંચો સંપૂર્ણ અહેવાલ