Dheeraj

ED Summons Dheeraj Sahu: હેમંત સોરેનની BMW કાર સાથે ધનકુબેર ધીરજ સાહુનો છે સંબંધ? EDએ પૂછતાછ માટે બોલાવ્યા

ED Summons Dheeraj Sahu: ED સાહુની સોરેન અને BMW SUV સાથેના કથિત સંબંધોના સંબંધમાં પૂછપરછ કરવા માંગે છેઃ સૂત્ર

નવી દિલ્હી, 08 ફેબ્રુઆરીઃ ED Summons Dheeraj Sahu: મની લોન્ડરિંગ મામલામાં ઈડીએ ધનકુબેર સાંસદ ધીરજ પ્રસાદ સાહુને સમન્સ મોકલ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, કેન્દ્રીય તપાસ એજન્સીએ કોંગ્રેસ સાંસદને આ કેસમાં 10 ફેબ્રુઆરી એટલે કે શનિવારે પૂછતાછ માટે બોલાવ્યા છે.

ખબર હોય કે, આ મામલામાં ઈડીએ અગાઉ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડી કરી હતી. સૂત્રોને ટાંકીને દાવો કર્યો છે કે, ED સાહુની સોરેન અને BMW SUV સાથેના કથિત સંબંધોના સંબંધમાં પૂછપરછ કરવા માંગે છે. આ કાર તાજેતરમાં જ દિલ્હીમાં સોરેનના ઘરથી ED દ્વારા જપ્ત કરવામાં આવી હતી.

ઈડીને શું શંકા છે…

મળેલ માહિતી મુજબ ગઈકાલે EDએ ગુરુગ્રામના કારદારપુર ગામમાં તે જગ્યા પર દરોડા પાડ્યા હતા, જેના સરનામે હરિયાણા નંબર પ્લેટવાળી આ સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (એસયૂવી) રજીસ્ટર કરવામાં આવી હતી. આ જ કિસ્સામાં, બુધવારે કોલકાતામાં પણ બે સ્થળોએ સર્ચ કરવામાં આવ્યું હતું. EDને શંકા છે કે આ વાહન કથિત રીતે સાહુ સાથે કોઈ અનામી રીતે જોડાયેલું છે.

આ પણ વાંચો… Cadre Recruitment: વર્ષ 2024માં જુદા-જુદા સંવર્ગની કુલ 8000 જેટલી જગ્યાઓ માટે ભરતીનું આયોજનઃ ઋષિકેશ પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો