Rishikesh Patel

Cadre Recruitment: વર્ષ 2024માં જુદા-જુદા સંવર્ગની કુલ 8000 જેટલી જગ્યાઓ માટે ભરતીનું આયોજનઃ ઋષિકેશ પટેલ

Cadre Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022માં 1680 અને વર્ષ 2023માં 1246 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી

ગાંધીનગર, 08 ફેબ્રુઆરીઃ Cadre Recruitment: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે પૂછાયેલ પ્રશ્નમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ સત્વરે ભરવાનું આયોજન હાથ ધરાયું છે. જે માટે વર્ષ 2024માં કુલ 8000 જેટલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવનાર છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022 માં 1680 અને વર્ષ 2023 માં 1246 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. નવેમ્બર 2023 પછી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વિવિધ સંવર્ગોની બહાર પાડવામા આવેલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કા છે જે બનતી ત્વરાએ એટલે કે બને તેટલું જલ્દી પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રીએ જણાવ્યું હતુ.

સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે ગેરરિતી આચરતા લોકો સામે સખત કાર્યવાહી થાય તે માટે કડક કાયદો લાવ્યા છીએ તેમ મંત્રીએ જણાવ્યું હતુ.

આ પણ વાંચો… Municipal Green Bonds: AMCના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિંગ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો