Jagdish Vishwakarma Statement: પુલ તુટવા જેવી ગંભીર ઘટનાનું પુનરાવર્તન ન થાય તે પ્રકારના નક્કર આયોજન કરવામાં આવ્યા: જગદીશ વિશ્વકર્મા

Jagdish Vishwakarma Statement: પુલોના કન્ડીશન સર્વે તથા ટેસ્ટીંગ કરી સુધારણા-પુન: બાંધકામના ડીપીઆર બનાવવાની કામગીરી આ બજેટમા નવીન બાબત તરીકે મુકાઇ: રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા

ગાંધીનગર, 08 ફેબ્રુઆરીઃ Jagdish Vishwakarma Statement: બ્રિજના સર્વે અને ઇન્વેસ્ટીગેશન સંદર્ભે વિધાનસભા ગૃહમાં માર્ગ અને મકાન વિભાગનો હવાલો ધરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યુ હતું કે, પુલ તુટવા જેવી ગંભીર ઘટનાનું ફરી ક્યારેય પુનરાવર્તન ન થાય તે પ્રકારના નક્કર આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે.

ખુબ જ સંવેદનશીલતા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ “રાજ્યના રસ્તાઓના નેટવર્ક હેઠળના રસ્તાઓ અને પુલોના કન્ડીશન સર્વે તથા ટેસ્ટીંગ કરી સુધારણા-પુન: બાંધકામના ડીપીઆર બનાવવાની કામગીરી”નવીન બાબત તરીકે આ બજેટમાં જોગવાઈ માટે સૂચવી છે, જેમાં અંદાજીત રૂ. ૧૦૦ કરોડની રકમ સામે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે રૂ.૩૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમ મંત્રી વિશ્વકર્માએ ગૃહમાં ઉમેર્યું હતું.

આ પણ વાંચો… ED Summons Dheeraj Sahu: હેમંત સોરેનની BMW કાર સાથે ધનકુબેર ધીરજ સાહુનો છે સંબંધ? EDએ પૂછતાછ માટે બોલાવ્યા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો