Gandhi Jayanti 2022

Gandhi Jayanti 2022: PM મોદી સહિત અનેક નેતાઓએ રાજઘાટ પર રાષ્ટ્રપિતા અને લાલ બહાદુર શાસ્ત્રીને આપી શ્રદ્ધાંજલિ

Gandhi Jayanti 2022: રાજઘાટ ખાતે બાપુની સ્મૃતિમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું

નવી દિલ્હી, 02 ઓક્ટોબરઃ Gandhi Jayanti 2022: આજે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશભરમાં બાપુને યાદ કરીને અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચ્યા હતા. ત્યાં તેમણે બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન વિજયઘાટ પહોંચ્યા હતા અને ત્યાં લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ આપી છે.

પીએમ મોદી ઉપરાંત અનેક નેતાઓ બાપુના સમાધિ સ્થળ રાજઘાટ પર પહોંચી રહ્યા છે. આ પહેલા કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે. આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જગદીપ ખનખડે પણ બાપુને નમન કર્યા હતા.

આ પણ વાંચોઃ RBI Hike Repo Rate: તહેવારો પહેલા RBI ગવર્નર દાસે રેપો રેટ વધારાની જાહેરાત કરી, ચોથી વખત થયો વધારો

રાજઘાટ ખાતે બાપુની સ્મૃતિમાં સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પીએમ નરેન્દ્ર મોદી, અન્ય કેટલાંક કેબિનેટ મંત્રીઓ અને અન્ય માન્યગણ હાજર હતા. આ કાર્યક્રમ 7:30થી 8:30 વાગ્યા દરમિયાન રાજઘાટ પર યોજવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Rickshaw wala joins bjp: કેજરીવાલને ભોજન કરાવનાર રીક્ષાચાલકે ભાજપનો ખેસ ધારણ કર્યો- વાંચો શું છે મામલો?

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.