Intjaar novel part 30

Intjaar part-30: કુણાલે કહ્યું; શેઠજી બસ મિતેશને મળવાની ઈચ્છા થઈ એટલે આવ્યા…

ઇન્તજાર ભાગ/30 (Intjaar part-30) કુણાલે કહ્યું કે :મિતેશ તે મારી આંખો  ઉઘાડીને  મારી પર મોટો ઉપકાર કર્યો છે

Intjaar part-30: (આગળના ભાગમાં જોયું કે કુણાલને એન્જલિના અને જ્યોર્જ બંનેને કરેલી છેતરપિંડીનો વિડીયો મિતેશના ફોનમાં જોવા મળે છે અને તે પૂરેપૂરો દિલથી તૂટી જાય છે રીના, કુણાલને સમજાવે છે અને કહે છે કે આપણે ભેગા મળીને એ લોકોનું સત્ય બહાર લાવીશું હવે વધુ આગળ..)

Intjaar part-30, Bhanuben Prajapati "Sarita"

રીના અને કુણાલ બંને જણા શેઠજીના ઘરે જાય છે. ત્યાં જઈને જુએ છે તો ત્યાં મિતેશ જુલી, શેઠજી અને મંગળાબા બેઠેલા હોય છે. એમને જોઈને શેઠજી અને મંગળાબા કહે છે .અરે “બેટા” !કુણાલ, રીના આવો આવો… બેસો ત્યારે અચાનક કેમ આવવાનું થયું!

કુણાલે કહ્યું; શેઠજી  બસ મિતેશને મળવાની ઈચ્છા થઈ એટલે આવ્યા  અને થોડુંક કામ પણ હતું.

રીનાએ કહ્યુ,: વાંધો નહીં બધાની રૂબરૂમાં આપણે ચર્ચા કરીએ કારણ કે મંગળાબા,શેઠજી , જુલી બધું જાણે છે
જુલીએ કહ્યું શું વાત છે રીના કોઈ મુશ્કેલી તું નથીને. .
મંગળાબા કહે ; નિરાંતે વાત કરો પહેલા જુલી તુંચા બંને માટે લઇ આવ
રીના એ કહ્યુ :ના અમે જમીને આવ્યા છે એટલે આપણે પહેલા બધા બેસો અમારે થોડી વાત કરવી છે

કુણાલે કહ્યું કે :મિતેશ તે મારી આંખો  ઉઘાડીને  મારી પર મોટો ઉપકાર કર્યો છે

મિતેશ એ કહ્યું :શું તમને બધા પુરાવા મળી ગયા રીના !

કુણાલે કહ્યું: હા ,મિતેશ તારી મદદથી હું આજે એન્જલિના નું સત્ય જાણી શક્યો છું નહિતર હું ક્યારેય એનું સત્ય જાણી નથી શક્ત અને મારી જિંદગી હંમેશને માટે પૂરી થઈ જાત.

જુલીએ કહ્યું ;કુણાલ તમે લોકો ઈન્ડિયા આવ્યા ત્યારે જ મને લાગતું હતું કે એન્જલિના નો ઈરાદો સારો હોય એવો લાગતો નહોતો એટલે જ મેં દબાણ કરીને રીનાને અહીંયા મોકલી હતી અને દસ વર્ષનો ઇંતેજાર એળે જવા દેવાય એમ  નહોતો અને અહીં આવીને પણ તમને મદદ કરી છે.

કુણાલએ  કહ્યું :મારા વર્તન ઉપર મને ખૂબ જ પસ્તાવો થાય છે કે મે રીના જોડે દગો કર્યો છે પરંતુ આજે રીન ને કારણે હું એન્જલિના નું સત્ય જાણી શક્યો છું..

રીના કહે : મારા એકલાથી તો કંઈ થાય એમ નહોતું પરંતુ મને શેઠજી મંગળાબા,જૂલી અને મિતેશ નો પૂરેપૂરો સાથ મળ્યો છે અને તેના કારણે હું બધી સાબિતી ભેગી કરી શકી છું એમાં મિતેશને પણ સાબિતી ભેગા કરવામાં જ્યોર્જે જાણીને જ એકસીડન્ટ કરાવ્યું હતું પરંતુ ભગવાનની દયાથી હેમખેમ છે.

મિતેશ કહે ;હવે બધી વાત રહેવા દો હવે આગળ શું કરવું છે એ આપણે વિચારવું જરૂરી છે.

કુણાલ એ કહ્યું ;હવે હું વસિયતનામું છે એ ગમે તે પ્રકારે એન્જલિનાને પહોંચાડવા માગું છું અને  હું એવું ઈચ્છું છું કે પોતાની રીતે જ મારાથી દૂર થઈ જાય.

શેઠજીએ કહ્યું ;આવતીકાલે તમારા ઘરે જમવાનું આમંત્રણ અમને આપજો અમે બધા તમારા ઘરે જમવા આવીશું અને ત્યાં હું વસિયતનામું લઈને આવીશ .

રીનાએ કહ્યું :બરાબર છે! મંગળાબા કહ્યું; સાચી વાત છે! બધાએ નક્કી કર્યું કે આવતીકાલે સાંજે જમવાના સમયે મલશું

સૌ પોતપોતાની રીતે ઘરે આવીને પોતાના રૂમ માં જઈને સૂઈ ગયા . એન્જલિના પણ કુણાલ જોડે આવી ગઈ અને નક્કી કર્યા મુજબ કુણાલે એ કંઈ પણ જણાવ્યું નહીં અને પોતે ખુશ છે એવું જ નાટક રાખ્યું.

કુણાલે એન્જલિના ને કહ્યું કે ;આવતીકાલે શેઠજી મંગળાબા ,જુલી અને મિતેશ જમવા આવવાના છે.

એન્જલિના કહ્યું :કેમ્પ અચાનક આવવાના છે?

કુણાલે કહ્યું કે ;મારું વસિયતનામું  શેઠજી એ બનાવી દીધું છે અને આવતીકાલે સાંજે મને બધાના રૂબરૂમાં આપવા માંગે છે.

એન્જલિના મનોમન ખુશ થઇ રહી હતી એને થયું કે ખરેખર હવે મારો અને જ્યોર્જ નો જે ઈરાદો હતો તે કાલે સંપૂર્ણ પૂરો થઈ જશે. મારા નામે  મિલકત થઈ જાય પછી હું કુણાલે હટાવીને બધી જ મિલકત મારે નામે કરી દઈશ એવું મનોમન વિચારતી હતી.

કુણાલએ કહ્યું કે :તું શું વિચારી રહી છે.!

એન્જલિનાકહે ;કંઈ નહીં.  એમજ આવતી કાલે જમવામાં શું બનાવ્યું એવું વિચારી રહી છું.

કુણાલ કહે: મેં રીના ને વાત કરી દીધી છે એ લોકો ઇન્ડિયાના છે એટલે ઈન્ડિયન ડિશ બનાવી દેશે.

એન્જલિના અને કુણાલ સુઈ ગયા અને નિત્યકર્મ પરવારીને સવારે ઓફીસ જવા માટે નીકળી ગયા.

ઓફિસમાં જઇને એન્જેલિનાએ  જ્યોર્જ ને ફોન કરી અને કહ્યું કે;  આપણો સમય આવી ગયો છે આપણે  અલગ રહ્યા તેનું પરિણામ કાલે સરસ રીતે મળવાનું છે આવતીકાલે શેઠજી તેમની વસિયતનામું કુણાલને આપવાના છે વસિયતનામું મળી જાય પછી ટૂંક સમયમાં દૂર કરીને હંમેશને માટે આપણે એક થઈ જઈશું.

જ્યોર્જએ કહ્યું :એન્જલિના મને કોઈ ભરોસો આવતો નથી, કારણ કે કુણાલના પક્ષમાં રીના ખૂબ જ હોશિયાર છે અને વળી મિતેશનો પૂરેપૂરો સાથ છે  જો કે  મેં એકસીડન્ટ કરીને તમામ પુરાવા તો રદ કર્યા છે પણ છતાં મને ભરોસો  નથી .

એન્જલિના એ કહ્યું કે ;  તમે કોટલી ચિંતા કરો છો કારણ કે મને ખબર છે કે આપણા કોઈપણ પુરાવા એમની પાસે રહ્યા નહિ હોય.અને હોય તો કુણાલ તરત  મને જણાવે અને તેના  વર્તનમાં પણ થોડી ફેરફાર જોવા મળે પરંતુ  તેના વર્તનમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી અને હું  કુણાલનું પૂરેપૂરી ધ્યાન રાખું છું કુણાલ પણ મને દરેક બાબત ગમે તે હોય તે જણાવે છે એટલે મને  આપણા ષડયંત્ર કોઈ વાંધાજનક હોય એવું લાગતું નથી.

જ્યોર્જ કહે : એન્જલિના જ્યારે આપણે કોઈની પર પૂરેપૂરો ભરોસો મૂકી દઈએ એટલે એવું નહિ વિચારવાનું કે વ્યક્તિએ આપણા માટે વિચારવાનું છોડી દીધું છે .ઠંડુ દેખાતું વાતાવરણ મોટો જવાળામુખી લઈને પ્રગટ થતું હોય છે અને ઇન્ડિયાના લોકો ખૂબ જ હોશિયાર હોય છે અને ધીરજ વાળા હોય છે એ ક્યારે પણ આવેશમાં આવી જઈને કોઈપણ એવું કાર્ય નહીં કરે છે જેથી એમને મુશ્કેલી થાય..

એન્જલિના કહે :અરે ઇન્ડિયાના લોકોમાં મને તો લાગતું નથી કે એટલી બધી બુદ્ધિ અને જાણકારી હોય નહીંતર કુણાલ મારા મોહપાશમાં ફસાયો જ  ના હોય  તેની પત્નીના કેટલી સુંદર અને હોશિયાર છે છતાં પણ તે મારા  પ્રેમમાં ફસાઈ ગયો હું તો ઇન્ડિયાના લોકોને વધુ હોશિયાર માનતી નથી એ લોકો ફક્ત પૈસા કમાવી જાણે છે અને મહેનત કરી જાણે છે એનાથી વધારે હું કંઈ પણ એમના વિશે વધુ હોશિયાર હોય એ બાબતે સંમત નથી.

જ્યોર્જે એ કહ્યું :હવે તું ત્યાં ધ્યાન રાખ નહિતર કુણાલ આવશે તો એને પૂરેપૂરી શંકા જશે .હવે  તું આજે સાંજે શું થાય છે એ તું મને આવતીકાલે જણાવજે..

કુણાલ પણ મનમાં વિચારી રહ્યો હતો કે આજે એન્જલિના ના તમામ પડદાઓનું રહસ્ય બહાર આવશે ..

ઓફિસનું કામ પતાવીને બધા જ ઘરે આવી જાય છે અને સાંજે રીના બધા માટે જમવાની તૈયારી કરે છે.

આગળ ભાગ/31…શેઠજીના ઘરે જઈને રીના ,કુણાલ જૂલી અને મિતેશ બધા જ એન્જલિના અને જ્યોર્જનું સડયંત્ર બહાર લાવવા માટેનું પ્લાનિંગ કરે છે અને તેના માટે   કુણાલને ત્યાં સાંજે જમવાનું આમંત્રણ શેઠજી ,મંગળાબા જૂલી, મિતેશને આપવામાં આવે છે અને શેઠજીને કહેવામાં આવે છે કે તમે વસિયતનામુ ત્યાં લાવીને બધા સમક્ષ બતાવજો
એન્જલિના અને જ્યોર્જ બંને વચ્ચે વસિયતનામાની ચર્ચા થાય છે એન્જલિના કહે છે કે આજે શેઠજી વસિયતનામું આપવાના છે હવે આપણે આપણા ષડયંત્રમાં સફળ થવાની તૈયારી  નજીક છે વધુ આગળ ભાગ/31…

આ પણ વાંચો..Intjaar part-29: કુણાલએ કહ્યું: રીના જ્યોર્જ અને એન્જલિના ભેગા મળીને મને છેતરે છે..

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *