online shoping

Govt to launch ONDC: મોટી-મોટી ઈ-કોમર્સ કંપનીઓને ટક્કર આપશે આ સરકારી સાહસ, જાણો સૌથી પહેલા ક્યા શહેરના નાગરિકોને મળશે લાભ

Govt to launch ONDC: એમેઝોન-ફ્લિપકાર્ટ વગેરે જેવી મોટી કંપનીઓ ભારતમાં દર વર્ષે હજારો કરોડનો બિઝનેસ કરે છે.

બિઝનેસ ડેસ્ક, 29 મે: Govt to launch ONDC: છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ઈન્ટરનેટના વધતા પ્રભાવની સાથે સાથે ઘણી ઈ-કોમર્સ કંપનીઓએ પણ દેશમાં કરોડો રૂપિયાની કમાણી કરી છે. એમેઝોન-ફ્લિપકાર્ટ વગેરે જેવી મોટી કંપનીઓ ભારતમાં દર વર્ષે હજારો કરોડનો બિઝનેસ કરે છે. આવી સ્થિતિમાં હવે કેન્દ્ર સરકાર પણ તેનું નવું ઈ-કોમર્સ પ્લેટફોર્મ શરૂ કરવા જઈ રહી છે. આ ઈ-કોમર્સ કંપનીનું નામ નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ એટલે કે ONDC છે. આ કંપનીને પ્રારંભિક તબક્કામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવશે. તેને સૌથી પહેલા દિલ્હી-NCR, ભોપાલ, શિલોંગ અને કોઈમ્બતુરમાં લોન્ચ કરવામાં આવશે. તેમાં આ તમામ શહેરોના પહેલા 150 રિટેલર્સને જોડવામાં આવશે.

આ સાથે, ONDC ને પણ Google સાથે લિંક કરવામાં આવશે. ONDC શરૂ કરવા પાછળનું કારણ મોટી ઈ-કોમર્સ કંપનીઓની ઈજારાશાહીને ખતમ કરવાનું અને દેશના તમામ નાના વેપારીઓને દેશના તમામ ભાગોમાંથી ઈન્ટરનેટની મદદથી જોડવાનું છે. આ ઈ-કોમર્સ કંપનીઓની મદદથી ONDC દેશના ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓને મદદ કરવા માંગે છે. આ સાથે ગૂગલે પણ ONDCની પહોંચ વધારવા માટે આ પ્રોગ્રામમાં જોડાવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે.

કેટલી કંપનીઓ ONDCમાં જોડાઈ શકે છે

Govt to launch ONDC: સરકાર દ્વારા ઈ-કોમર્સ કંપની શરૂ કરવાની જાહેરાત બાદ દેશની ઘણી મોટી ટેક કંપનીઓ આ ઈ-કોમર્સ કંપની સાથે ભાગીદારીમાં રસ દાખવી રહી છે. ONDCના ચીફ એક્ઝિક્યુટિવ ટી કોશીએ જણાવ્યું કે દેશની ઘણી કંપનીઓ ઈ-કોમર્સ કંપની સાથે ભાગીદારી કરવાની યોજના બનાવી રહી છે. આમાં સૌથી મોટી કંપની ગૂગલ છે.

જાણો ડિજિટલ કોમર્સના ઓપન નેટવર્ક વિશે

ONDC એક ઈ-કોમર્સ કંપની છે જે દેશના ગ્રામીણ વિસ્તારોના છૂટક વેપારીઓને મદદ કરશે અને આ વેપારીઓને ઈન્ટરનેટની દુનિયા સાથે જોડવામાં મદદ કરશે. આ ઈ-કોમર્સ કંપનીની મદદથી ફ્લિપકાર્ટ-એમેઝોન વગેરે જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવામાં અને તેમની અસર ઘટાડવામાં મદદ મળશે. તમને જણાવી દઈએ કે આ ઈ-કોમર્સ કંપની વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)ની મદદથી શરૂ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો..Likely to lockdown again: ભારતના આ રાજ્યની અંદર કોરોનાના કારણે ફરી લોકડાઉન આવે તેવી શક્યતા

Gujarati banner 01