Nepal Plane Missing

Nepal Plane Missing: 22 મુસાફરો સાથે પ્લેન થયુ લાપતા, વિમાન દુર્ઘટનાની આશંકા

Nepal Plane Missing: ભારતના પાડોશી દેશ નેપાળમાંથી મોટા સમાચાર આવ્યા છે. નેપાળમાં એક પેસેન્જર પ્લેન ગુમ થયું છે. તારા એરલાઈનના પ્લેનમાં ક્રૂ, ચાર ભારતીય અને ત્રણ જાપાની નાગરિકો સહિત કુલ 22 મુસાફરો સવાર છે.

નવી દિલ્હી, 29 મેઃ Nepal Plane Missing: નેપાળમાં એક મોટી વિમાન દુર્ઘટનાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. નેપાળની તારા એરનો એરપોર્ટથી સંપર્ક તૂટી ગયો છે. આ વિમાન પર ચાલક દળ સહીત કુલ 22 લોકો લવાર હતા. આ ફ્લાઈટ પોખરાથી જોમસમ જઈ રહી હતી. આ વિમાન આજે સવારે 9:55 વાગ્યે પોખરાથી ટેકઓફ થયું હતું. તે રાત્રે 10.20 વાગે લેન્ડ થવાનું હતું. પરંતુ 11 વાગ્યા બાદ હજુ સુધી આ વિમાનનો સંપર્ક થયો નથી. આ ટ્વીન એન્જિન એરક્રાફ્ટ છે.

પ્લેનમાં 4 ભારતીયો અને 3 જાપાની નાગરિકો છે. બાકી લોકો નેપાળના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિમાનમાં ચાલક દળ સહિત 22 મુસાફરો હતા. તારા એરના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું કે, કેપ્ટન પ્રભાકર પ્રસાદ ઘિમીરે, કો-પાઈલટ ઉત્સવ પોખરેલ અને એર હોસ્ટેસ કિસ્મી થાપા ફ્લાઈટમાં સવાર હતા.

આ પણ વાંચોઃ Accident case: અમદાવાદમાં સોલા બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાતા 4 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા

પોખરા એરપોર્ટના પ્રમુખ વિક્રમ રાજ ગૌતમે આ વાતની પુષ્ટિ કરી છે કે, પ્લેન ટાવરના સંપર્કથી બહાર ચાલ્યું ગયું છે. એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ વિમાન એક વખત ધૌલાગિરી હિમાલયથી પરત ફર્યું હતું અને ત્યારથી તે સંપર્કમાં નથી આવ્યું.

નેપાળી ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદિન્દ્ર મણિ પોખરેલે જણાવ્યું હતું કે, ગુમ થયેલા વિમાનની શોધ માટે મસ્તૈંગ અને પોખરામાં બે ખાનગી હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે. શોધ માટે નેપાળ આર્મીના હેલિકોપ્ટરને પણ તૈનાત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

નેપાળી સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે જણાવ્યું કે નેપાળી સેનાનું એક Mi-17 હેલિકોપ્ટર મસ્તૈંગ માટે રવાના થઈ ગયું છે. આ હેલિકોપ્ટર ગુમ થયેલા વિમાનની શોધ કરશે.
આ પણ વાંચોઃ Corona cases in ahmedabad: અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો ડબલ ડિજિટમાં નોંધાયા, 18 કેસો નોંધાયા

Gujarati banner 01