Resolution of 33 lakh differences

Resolution of 33 lakh differences: જાણો કેવી રીતે ડીંડોલીમાં થયેલ ૩૩ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો

Resolution of 33 lakh differences: ડીંડોલીમાં થયેલ ૩૩ લાખની લૂંટનો ભેદ ઉકેલાયો આંગડીયા પેઢીના માલિકને પિસ્તોલ બતાવી ચલાવી હતી લૂંટ ગણતરીના દિવસોમાં પોલીસે આરોપીઓની કરી ધરપકડ

સુરત, 29 મેઃ Resolution of 33 lakh differences: ડીંડોલી વિસ્તારમાં પીએમ આંગડીયા પેઢીના માલિકને પિસ્ટલ બતાવી ધોળા દિવસે ૩૩ લાખની લૂંટની ઘટના બની હતી. આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે હરિયાણા ખાતેથી હિસાર ગેંગના આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે…

ડીંડોલી વિસ્તારમાં રહેતા અને પીએમ આંગડીયા પેઢીના ભાગીદાર યોગેશ રેવાભાઈ પટેલને ગત ૨૧-૦૫-૨૦૨૨ ના રોજ ડીંડોલી વિસ્તારમાં આવેલી ગોકુલધામ ચોકડી પાસે  પિસ્તોલ બતાવી ૩૩ લાખની લૂંટ કરી આરોપીઓ ભાગી ગયા હતા. આ ઘટનાને લઈને પોલીસ દોડતી થઇ હતી.

આ બનાવમાં તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમને માહિતી મળી હતી કે લૂંટને અંજામ આપનાર ઈસમો હરિયાણાના હિસાર ખાતેથી આવી લૂંટ કરી ભાગી ગયા છે. બાતમીના આધારે પોલીસે એક ટીમ હરિયાણાના હિસાર ખાતે મોકલી હતી અને અહીંથી સુરેશ રામદાસ ઓડ, મોહિત રાધેશ્યામ ગીલ અને સોનું ઉર્ફે અશ્વિની કુમાર સુરજીતસિંગ ગઢવાલને ઝડપી પાડ્યા હતા.

આ પણ વાંચોઃ Nepal Plane Missing: 22 મુસાફરો સાથે પ્લેન થયુ લાપતા, વિમાન દુર્ઘટનાની આશંકા

પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા ૮.૫૦ લાખ, એક ઈનોવા કાર અને ૨ મોબાઈલ મળી કુલ ૧૬ લાખ ૩૫ હજારની મત્તા કબજે કરી હતી પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી અશ્વિની કુમાર ગઢવાલ હિસ્સારનો વતની છે અને તે સુરત ભેસ્તાન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. તેની વતનની જમીનના ચાલી આવેલા વિવાદ અંગે સુરેશ રામદાસ ઓડએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું ત્યારથી બંને વચ્ચે ગાઢ પરિચય છે.

સુરતમાં ઘણા ધનિક લોકો રહેતા હોય જેથી લૂંટ કરવાના ઈરાદે પોતાના સાગરીત અમન ઉર્ફે રાકેશ ગોદારા અને મોહિત ગીલ સાથે સુરત આવી અશ્વિની ગઢવાલે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. અને તેની પાસેથી ટીપ મેળવી રેકી કરી આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ કરી હતી અને બાદમાં વતન હિસાર ખાતે જઈને રૂપિયાનો ભાગ પાડ્યો હતો. ઝડપાયેલો આરોપી સુરેશ રામદાસ ઓડ કુખ્યાત આરોપી છે. ભૂતકાળમાં તે હરિયાણા હિસાર ખાતે ડબલ મર્ડર તેમજ ફાયરિગ વિથ મર્ડર જેવા અલગ અલગ ગુનામાં ૧૨ વર્ષ સુધી જેલમાં રહી ચુક્યો છે.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Accident case: અમદાવાદમાં સોલા બ્રિજ ઉપર ગંભીર અકસ્માત સર્જાતા 4 વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા

Gujarati banner 01