Covid positive

Likely to lockdown again: ભારતના આ રાજ્યની અંદર કોરોનાના કારણે ફરી લોકડાઉન આવે તેવી શક્યતા

Likely to lockdown again: મહારાષ્ટ્રમાં જો કોરોનાના દૈનિક કેસો 1,000ને પાર થાય છે તો સ્થિતિને કાબુમાં લેવા માટે ફરી લોકડાઉન લદાઈ શકે છે. 

મુંબઈ, 29 મે: Likely to lockdown again: કોરોના કેસોમાં દેશભરમાં વધઘટ જોવા મળી રહી છે. તેમાં પણ ખાસ કરીને કેટલાક રાજ્યો પ્રથમ લહેરથી એવા છે કે જ્યાં કોરોના કેસો વધુ જોવા મળ્યા છે. એપી સેન્ટર પણ માનવામાં આવે છે તેવામાં મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, દિલ્હી વગેરેનો સમાવેશ થાય છે ત્યારે તેવામાં સૌથી વધુ કેસો મહારાષ્ટ્ર રાજ્યની અંદર વધી રહ્યા છે. મુંબઈ કોરોનાનું એપી સેન્ટર પણ એક સમયે રહી ચુક્યું છે ત્યારે મહારાષ્ટ્રની અંદર અત્યારે છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 529 કેેસો વધી રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં નવા વેરીયન્ટ સાથે કોરોના કેસો વધ્યા, ફરી ચિંતા પણ વધી છે જેથી લોકડાઉન મહારાષ્ટ્રમાં આવી શકે છે કેમ કે, ચિંતાની વાત એ પણ છે કે, રાજ્યમાં પહેલીવાર એક સાથે બીએ, 4 અને બીએ 5 વેરીયન્ટ દર્દી મળી આવ્યા છે. આ બન્ને ઓમિક્રોનના સબ-વેરીયન્ટ છે. જે ઝડપથી ફેલાઈ શકે છે. મહારાષ્ટ્રની અંદર તેના કારણે લોકડાઉન પણ આવી શકે છે. તેને લઈને મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેનો અંદેશો પણ આપવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં જો કોરોનાના દૈનિક કેસો 1,000ને પાર થાય છે તો સ્થિતિને કાબુમાં લેવા માટે ફરી લોકડાઉન લદાઈ શકે છે. 

ખાસ કરીને ગુજરાતમાં અત્યારે કોરોનાની સ્થિતિ કાબુમાં છે. કોરોના કેસો અત્યારે બિલકુલ ઓછા અને ચિંતાજનક નથી. અગાઉ અમદાવાદમાં 30થી વધુ કેસો આ મહિનામાં જ જોવા મળ્યા હતા ત્યારે અત્યારે 20થી ઓછા કેસો નોંધાઈ રહ્યા છે. 

આ પણ વાંચો..Vibrant gujarat 2022:આગામી વાયબ્રન્ટ ગુજરાત સમિટ અધિકારીઓની આ નવી ટીમ આયોજિત કરશે

Gujarati banner 01