PM Modi patidar summit speech

Hit & Run New Law Controversy: ટ્રક ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ, કેન્દ્ર સરકારે ઉપાડ્યું આ મોટું પગલું

Hit & Run New Law Controversy: હિટ એન્ડ રનનો કાયદો થયું સ્થગિત

નવી દિલ્હી, 03 જાન્યુઆરીઃ Hit & Run New Law Controversy: દેશમાં ચાલી રહેલી ટ્રક ડાઈવરો, ટ્રાન્સપોર્ટરો અને કોમર્શિયલ વાહન ચાલકોની હડતાળ આખરે સમેટાઈ ગઈ છે. કારણ કે સરકારે ખાતરી આપી છે કે તે હિટ-એન્ડ-રન વિરુદ્ધ વિવાદાસ્પદ કાયદો લાદતા પહેલા તેમની સલાહ લેશે. સરકાર સાથે લાંબી વાટાઘાટો બાદ ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કાંગ્રેસે આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

જણાવી દઈએ કે, હડતાળને કારણે દેશભરમાં શાકભાજી અને પેટ્રોલ-ડીઝલ સહિત અન્ય ચીજવસ્તુઓના સપ્લાયને અસર થઈ હતી. શાળાઓ પણ બંધ રાખવી પડ઼ી હતી. આ સિવાય અનેક આવશ્યક ચીજવસ્તુઓની સપ્લાય અને ટ્રાન્સપોર્ટેશન બંધ થવાને કારણે અનેક ચીજવસ્તુઓના ભાવમાં અનેકગણો વધારો થયો હતો.

આ પણ વાંચો… Palak Paneer Paratha Recipe: શિયાળામાં બનાવો ટેસ્ટી પાલક પનીર પરાઠા, અહીં જાણો તેની રેસિપી…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો