Palak Paneer Paratha

Palak Paneer Paratha Recipe: શિયાળામાં બનાવો ટેસ્ટી પાલક પનીર પરાઠા, અહીં જાણો તેની રેસિપી…

Palak Paneer Paratha Recipe: જો તમે પનીરમાં પાલક મિક્સ કરીને પરાઠા બનાવશો તો તેનો સ્વાદ વધશે અને બાળકો પણ તેને પ્રેમથી ખાશે

અમદાવાદ, 03 જાન્યુઆરીઃ Palak Paneer Paratha Recipe: પાલક આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. પાલકમાં આયર્ન ભરપૂર યાત્રામાં જોવા મળે છે. શિયાળામાં પાલક પુષ્કળ પ્રમાણમાં મળે છે. જો કે, બાળકોને મોટાભાગે પાલકનું શાક ઓછું ગમે છે. જો તમે પનીરમાં પાલક મિક્સ કરીને પરાઠા બનાવશો તો તેનો સ્વાદ વધશે અને બાળકો પણ તેને પ્રેમથી ખાશે. એવામાં ચાલો જાણીએ પાલક પનીર પરાઠા બનાવવાની રીત…

સામગ્રીઃ

  • પાલક- 250 ગ્રામ
  • પનીર- 200 ગ્રામ
  • લોટ- 1 કપ
  • બારીક સમારેલી ડુંગળી
  • 2-3 લીલા મરચાં
  • 3 લસણની કળી
  • ઝીણી સમારેલી કોથમીર
  • ઘી- 4-5 ચમચી,
  • જીરું પાવડર- 1 ચમચી
  • ઘાણા પાવડર- 1 ચમચી
  • મીઠું- સ્વાદ મુજબ.

પાલક પરાઠા બનાવવાની રીતઃ

પાલક પરાઠા બનાવવા માટે સૌપ્રથમ મિશ્રણ તૈયાર કરો. આ માટે સૌ પ્રથમ પાલકને ધોઈને નવશેકા પાણીમાં નાખીને એક કે બે મિનિટ બાફો. સાથે તેમાં એક ઈંચ આદુનો ટુકડો, થોડી કોથમીર અને ફુદીનો પણ ઉમેરો. હવે તેને લીલા મરચાં અને લસણ સાથે પીસી લો. હવે મિશ્રણને બાજુ પર રાખો. બાદમાં લોટ બાંધો અને તેમાં પાલકનું મિશ્રણ, એક ચમચી ઘી અથવા તેલ અને એક ચપટી મીઠું ઉમેરીને સેટ થવા માટે બાજુ પર રાખો.

હવે પનીરનું મિશ્રણ બનાવવા માટે સૌથી પહેલા પનીરને મેશ કરી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી, લીલી ધાણા, અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરો. હવે તેમાં મીઠું, જીરું અને ધાણા પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણમાં લોટ ઉમેરો. તેમાંથી પરાઠા તૈયાર કરો, હવે તવાને ગરમ કરો, તેના પર ઘી લગાવો અને પરાઠાને બંને બાજુથી પકાવો. હવે ચટણી સાથે ગરમાગરમ પરાઠાનો આનંદ લો.

આ પણ વાંચો… Distinguished Railway Service Award: વડોદરા ડિવિઝનના અધિકારી-રેલ કર્મચારીઓ “વિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર”થી સમ્માનિત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો