worlds oldest person death

world’s oldest person death: દુનિયામાં સૌથી લાંબુ જીવનારા વૃધ્ધનુ 112 વર્ષે મોત, થોડા દિવસો બાદ ઉજવવાના હતા 113મો જન્મ દિવસ

world’s oldest person death: ગાર્સિયાએ 112 વર્ષ અને 211 દિવસના થયા બાદ સપ્ટેમ્બર,2021માં ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ નામ નોંધાવ્યુ હતુ

નવી દિલ્હી, 20 જાન્યુઆરીઃ world’s oldest person death: દુનિયાના સૌથી ઘરડા વ્યક્તિ અને સ્પેનના નાગરિક સેટર્નિનો ડે લા ફુઅંતે ગાર્સિયાનુ નિધન થયુ છે.તેઓ 112 વર્ષ અને 341 દિવસના હતા.

તેઓ 24 દિવસ બાદ પોતાનો 113મો જન્મ દિવસ ઉજવે તે પહેલા તેમણે છેલ્લા શ્વાસ લીધા છે. ગાર્સિયાએ 112 વર્ષ અને 211 દિવસના થયા બાદ સપ્ટેમ્બર,2021માં ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનુ નામ નોંધાવ્યુ હતુ.

તેમના મોતની વાતને ગિનિઝ બૂકે સમર્તન આપ્યુ છે.પોતાની વેબસાઈટ પર ગિનિઝ બૂકે લખ્યુ છે કે, ગાર્સિયાના મોતની ખબર સાંભળી અમે દુખી થયા છે.

આ પણ વાંચોઃ India Corona Case Update: દેશમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસનો આંક 3 લાખને પાર- વાંચો વિગત

તેમને અલ પોપિનોના નામથી પણ ઓળખવામાં આવતા હતા.તેઓ પોતાના પરિવારમાં 22 પૌત્ર અને પૌત્રીઓને છોડીને ગયા છે.તેઓ દર વર્ષે આઠ ફેબ્રુઆરીએ પોતાનો જન્મ દિવસ મનાવતા હતા.

ચાર ફૂટ અને 92 ઈંચ લાંબા ગાર્સિયા વ્યવસાયે શૂઝ બનાવવાનુ કામ કરતા હતા.લાંબી વયનુ શ્રેય તેમણે પોતાના શાંત સ્વભાવને અ્ને શાંત જીવનને આપ્યુ હતુ.

Gujarati banner 01