Isha ambani

Isha Ambani gave birth to two children: નાના બન્યા મુકેશ અંબાણી, પુત્રી ઈશાએ આપ્યો જુડવા બાળકોને જન્મ

Isha Ambani gave birth to two children: ઈશા અંબાણીએ એક પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો

નવી દિલ્હી, 20 નવેમ્બર: Isha Ambani gave birth to two children: દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી નાના બની ગયા છે. તેમની પુત્રી ઈશા અંબાણીએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. માલૂમ હોય કે ઈશાના લગ્ન ઉદ્યોગપતિ અજય અને સ્વાતિ પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા છે. ઈશાએ એક પુત્રી અને એક પુત્રને જન્મ આપ્યો છે. 

પરિવારે આ અવસરે ખુશી વ્યક્ત કરી છે તેમજ ઈશા અને બંને બાળકોની હેલ્થ સારી હોવાનુ જણાવ્યુ છે. પુત્રીનુ નામ આદિયા અને પુત્રનુ નામ કૃષ્ણા રાખવામાં આવ્યુ છે.

ઈશા અને આનંદના લગ્ન 2018માં થયા હતા 

ઈશા અને આનંદ 12 ડિસેમ્બર 2018એ લગ્નના બંધનમાં બંધાયા હતા. ઈશા મુકેશ અંબાણી અને નીતા અંબાણીની એકમાત્ર પુત્રી છે. લગભગ 23 વર્ષની ઉંમરમાં તેમણે રિલાયન્સનો બિઝનેસ સંભાળવામાં પિતાની મદદ કરવાનું શરૂ કર્યુ હતુ. તેમને ઓક્ટોબર 2014માં રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોના બોર્ડમાં સ્થાન આપવામાં આવ્યુ હતું. મુકેશ અંબાણી 2020માં જ દાદા બની ગયા હતા જ્યારે આકાશ અંબાણીની પત્ની શ્લોકા મેહતાએ 10 ડિસેમ્બરે પુત્રને જન્મ આપ્યો હતો. હવે મુકેશ અંબાણી નાના બની ગયા છે. 

આ પણ વાંચો: Devotee donated gold worth lakhs at ambaji: અંબાજી ખાતે એક માઈ ભક્તે લાખોના કિંમતના સોનાનો કર્યું દાન, વાંચો…

Gujarati banner 01