USA firing image

Shooting in America 5 people killed: અમેરિકામાં એક LGBTQ નાઈટક્લબમાં ગોળીબાર, 5 લોકોના મોત, 18 ઘાયલ

Shooting in America 5 people killed: કોલોરાડો સ્પ્રિંગ્સના લેફ્ટનન્ટ પામેલા કાસ્ટ્રોએ આ હુમલાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. LGBTQ નાઈટક્લબમાં હુમલા બાદ ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે

અમેરિકા, 21 નવેમ્બર: અમેરિકામાં ગોળીબારની (Shooting in America 5 people killed) ઘટનાઓ અટકી રહી નથી. અમેરિકાના કોલોરાડો સ્પ્રિંગ્સમાં ગોળીબારની એક નવી ઘટના સામે આવી છે. ફાયરિંગની ઘટના શનિવારની રાત્રે (ભારતીય સમય અનુસાર રવિવારે) અહીંની એક LGBTQ નાઇટ ક્લબમાં બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પાંચ લોકોના મોત થયા છે, અને 18 લોકો ઘાયલ થયા છે.

અહેવાલો અનુસાર કોલોરાડો સ્પ્રિંગ્સના લેફ્ટનન્ટ પામેલા કાસ્ટ્રોએ આ હુમલાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. LGBTQ નાઈટક્લબમાં હુમલા બાદ ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે. તેઓને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે પોલીસને લગભગ 11:57 વાગ્યે ફોન દ્વારા ફાયરિંગની જાણ કરવામાં આવી હતી. જે બાદ પોલીસની ટીમ ઉતાવળમાં ઘટનાસ્થળે પહોંચી અને એક શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે ગોળીબારમાં શંકાસ્પદ પણ ઘાયલ થયો છે, જેની પોલીસ કસ્ટડીમાં સારવાર ચાલી રહી છે.

LGBTQ નાઇટક્લબે આ ઘટના અંગેની માહિતી આપી છે. નાઈટક્લબ LGBTQ એ તેના ફેસબુક પેજ પર આ ઘટના પર પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું કે ‘અમારા સમુદાય પરના મૂર્ખતાભર્યા હુમલાથી બરબાદી.’

ઉલ્લેખનીય છે કે, (Shooting in America 5 people killed)અમેરિકામાં ફાયરિંગની આ પહેલી ઘટના નથી. આવી ઘટનાઓ અહીં રોજ બનતી રહે છે. યુ.એસ.માં સામૂહિક ગોળીબાર અને હત્યાના આંકડા તૈયાર કરતી સંસ્થા ‘ધ ગન વાયોલન્સ આર્કાઇવ’ અનુસાર, 2022માં જુલાઈ સુધીમાં 309 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની હતી. આંકડાઓ અનુસાર ચોંકાવનારી વાત એ છે કે આ સામૂહિક હત્યાઓમાં 0 થી 11 વર્ષની વયજૂથના 179 બાળકો અને 12થી 17 વર્ષની વયજૂથના 670 કિશોરોના મોત થયા છે. ‘ગન વાયોલન્સ આર્કાઇવ’ના રિપોર્ટ અનુસાર, 2021માં અમેરિકામાં 693 સામૂહિક ગોળીબારની ઘટનાઓ બની હતી. 2019માં 417 જગ્યાએ આવી જ ઘટનાઓ બની હતી.

આ પણ વાંચો: Isha Ambani gave birth to two children: નાના બન્યા મુકેશ અંબાણી, પુત્રી ઈશાએ આપ્યો જુડવા બાળકોને જન્મ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *