Killing 3 people including the TMC leader: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની કરી હત્યા- વાંચો વિગત

Killing 3 people including the TMC leader: અજાણ્યા લોકોએ બાઈક ઉપર જઈ રહેલા TMC નેતા સ્વપન માઝી અને તેમના 2 સહયોગીઓ પર ગોળીબાર કર્યો

નવી દિલ્હી, 07 જુલાઇઃ Killing 3 people including the TMC leader: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લાની છે. અહીં અજાણ્યા લોકોએ બાઈક ઉપર જઈ રહેલા TMC નેતા સ્વપન માઝી અને તેમના 2 સહયોગીઓ પર ગોળીબાર કર્યો હતો. આ  અંધાધૂંધ ફાયરિંગમાં 3 લોકાના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે, દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગમાં TMC નેતા સ્વપન માઝી પોતાના 2 સાથીઓ સાથે બાઈક પર ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે કેટલાક લોકોએ બાઈક રોકીને ત્રણેય પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચોઃ 39 ministers of the Boris government resign: બ્રિટનમાં બોરિસ જોનસનની સરકાર સામે મોટુ સંકટ, 48 કલાકમાં 39 મંત્રીઓએ રાજીનામા આપ્યા

ત્યારબાદ હુમલાખોરો ભાગી ગયા હતા. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. સાથે જ પોલીસને ઘટનાસ્થળેથી ખાલી ગોળીઓ અને બોમ્બ મળી આવ્યા છે.

સ્વપ્ન માંઝી કેનિંગથી TMC પંચાયત સભ્ય હતા. તેમની ગોપાલનગર વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમના બે સહયોગીઓની પણ ભાગતા સમયે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના સવારે 9:00 વાગ્યાની આસપાસ બની હતી. બજારમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે ભીડવાળા વિસ્તારમાં હુમલાખોરોએ અચાનક હુમલો કર્યો હતો.

આ પણ વાંચોઃ Union Ministry: મોદી કેબિનેટના આ બે મંત્રીઓ દ્વારા રાજીનામા આપતા, સ્મૃતિ ઇરાની જ્યોતિરાદિત્ય સિંધિયાની જવાબદારીઓમાં વધારો

Gujarati banner 01