Drowning Incidents on Dhuleti

Mahim Beach: બીચ પર હોળી રમી રહેલા 5 યુવક દરિયામાં ડુબ્યા, 1નું મોત નીપજ્યુ- વાંચો વિગત

Mahim Beach: રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચીને 4 યુવકને બહાર કાઢ્યા

whatsapp banner

મુંબઇ, 26 માર્ચઃ Mahim Beach: મુંબઈમાં હોળીના દિવસે એક દુર્ઘટના થઈ છે. માહિમ બીચ પર હોળી રમી રહેલા 5 યુવક અરબ સાગરમાં ડુબી ગયા. રેસ્ક્યુ ટીમે સ્થળ પર પહોંચીને 4 યુવકને બહાર કાઢ્યા છે. તેમાંથી 1નું મોત થયું છે. જ્યારે એક અન્ય ગંભીર રીતે ઘાયલ છે, તેને હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એક યુવક હજુ પણ ગુમ છે, જેની શોધખોળ ચાલી રહી છે.

હાલમાં ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ હાજર છે. મોડી સાંજ સુધી ડુબી ગયેલા યુવકની જાણકારી મળી શકી નથી. ઘટનાથી પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. ઘટનાસ્થળ પર લોકોની ભીડ જમા થવા લાગી છે. પોલીસે મૃતકની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી છે.

આ પણ વાંચોઃ Accident on Chotila highway: ચોટીલાથી રાજકોટ આવી રહેલી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત નીપજ્યા

આ પણ વાંચોઃ UNESCO Adds Garba To Cultural Heritage List: સાંસ્કૃતિક વિરાસત યુનેસ્કોની ‘અમૂર્ત ધરોહર’ ની યાદીમાં ગુજરાતના ગરબા સામેલ- વાંચો વિગત

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો