Virat Kohli Video Call

Virat Kohli Video Call: વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સને હરાવ્યા બાદ મેદાન પરથી જ અનુષ્કા શર્માને કર્યો વીડિયો કોલ- જુઓ વાયરલ વીડિયો

Virat Kohli Video Call: આઈપીએલ 2024માં વિરાટ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે

whatsapp banner

સ્પોર્ટ્સ ડેસ્ક, 26 માર્ચ: Virat Kohli Video Call: પંજાબ કિંગ્સને હાર આપ્યા બાદ વિરાટે મેદાન પરથી જ પોતાના બાળકો વામિકા અને અકાયને વીડિયો કોલ કર્યો હતો. પોતાના બાળકો સાથે વાત કરતા વિરાટનો જે અંદાજ જોવા મળી રહ્યો હતો. તે તેના બાળકો સાથએ વાત કરતો આ વીડિયો ખુબ જ ક્યુટ છે અને વાયરલ પણ થઈ રહ્યો છે. સૌ કોઈનું દિલ પણ જીતી લીધું છે. આ વીડિયો જોઈને લાગે છે કે, કોહલી મેદાનમાં ભલે એગ્રેસિવ હોય પરંતુ બાળકો સાથે ખુબ જ કુલ જોવા મળે છે.

આ પણ વાંચોઃ Mahim Beach: બીચ પર હોળી રમી રહેલા 5 યુવક દરિયામાં ડુબ્યા, 1નું મોત નીપજ્યુ- વાંચો વિગત

વિરાટ કોહલીએ પોતાના બીજા બાળક એટલે કે, પુત્ર અકાયના જન્મને અંદાજે 2 મહિનાથી ક્રિકેટથી દુર હતો. તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ આખી ટેસ્ટ સીરિઝથી પણ બહાર હતો. કોહલીએ સીધી આઈપીએલ 2024માં એન્ટ્રી કરી છે. આઈપીએલ 2024માં વિરાટ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એટલે કે, ઓરેન્જ કેપ તેના માથા પર છે. 25 માર્ચના રોજ પંજાબ કિંગ્સ વિરુદ્ધ મેચમાં તેમણે 49 બોલમાં 77 રનની ઈનિગ્સ રમી હતી. જેમાં 11 ચોગ્ગા અને 2 સિક્સ પણ સામેલ છે.

વિરાટ કોહલીનો હાલમાં ક્યુટ વીડિયો સામે આવ્યો છે. વિરાટ કોહલીએ પંજાબ કિંગ્સ સામે 77 રનની ઈનિગ્સ રમી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંએ પંજાબ કિંગ્સને 4 વિકેટથી હાર આપી હતી. આ સાથે પોતાના હોમગ્રાઉન્ડ પર રમાયેલી આ સીઝનમાં એટલે કે, આઈપીએલ 2024માં પહેલી જીત નોંધાવી હતી. આરસીબીની આ બીજી મેચ હતી. આ પહેલા મેચમાં તેમને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હાર મળી હતી.

આ પણ વાંચોઃ Accident on Chotila highway: ચોટીલાથી રાજકોટ આવી રહેલી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત નીપજ્યા

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો