Mumbai bullion Co. GST IT raid: બુલિયન કંપનીએ ઓફિસની દિવાલમાં આટલા કરોડ રૂપિયાની રોકડ અને ચાંદી છુપાવ્યા હતા. GST-IT કરી કાર્યવાહી.. જુઓ વિડિઓ

મુંબઈ, 23 એપ્રિલ: Mumbai bullion Co. GST IT raid: કાલબાદેવીમાં એક બુલિયન કંપનીએ પોતાની 35 સ્કવેર ફૂટની ઓફિસમાં ફ્લોરની નીચે અને દીવાલમાં 9.8 કરોડ રૂપિયાની રોકડ રકમ સહિત 13 લાખ રૂપિયાની કિંમતની 19 કિલોગ્રામ ચાંદી છૂપાવી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી ગયો હતો. સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ અને ઈન્કમ ટેક્સને તેમની કાર્યવાહી દરમિયાન આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો.

સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ અને ઈન્કમ ટેક્સના અધિકારીઓના કહેવા મુજબ ઝવેરી બજારની ચામુંડા બુલિયન હવાલા સહિત ખોટા ટેક્સ ક્રેડિટના ક્લેમમાં શામેલ હોવાની શંકા છે.

GSTને તાજેતરમાં કંપનીના ટ્રાન્ઝેક્શનમાં સ્ક્રુટીની દરમિયાન કંઈક ગડબડ જણાઈ હતી, તેથી તેમણે ચામુંડાના છેલ્લા 3 વર્ષના ટ્રાન્ઝેકશન તપાસ્યા હતા. જેમાં તેનું ટર્ન ઓવર 23 લાખથી સીધું 1,764 કરોડ રૂપિયા પર પહોંચી ગયું હોવાનું જણાયું હતું.

આ પણ વાંચો..Surendranagar-Rajkot rail traffic will be affected: સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં 2 મે સુધી રેલ યાતાયાત પ્રભાવિત થશે

Gujarati banner 01