Credit debit card

RBI New guideline for Credit card: રિર્ઝવ બેંકે ક્રેડિટ અને ડેબિટ કાર્ડને જારી અને ક્લોઝર અંગેના નિયમો સખત કરવાના આપ્યા નિર્દેશ

અમદાવાદ, 23 એપ્રિલ: RBI New guideline for Credit card: ક્રેડિટ કાર્ડને લઈને ગ્રાહકોની સતત આવતી ફરિયાદને પગલે રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયાએ ડેબિટ કાર્ડ અને ખાસ કરીને ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. રિર્ઝવ બેંકે ક્રેડિટ અને ડેબિટ કાર્ડને જારી કરવા અને ઓપરેશન અને ક્લોઝર અંગેના નિયમો સખત કરવાના નિર્દેશ આપ્યા છે. જે પહેલી જુલાઈથી અમલમાં આવવાના છે.

RBI એક્ટ, 1943ના ચેપ્ટર દ્વારા આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરીને ભારતીય રિર્ઝવ બેન્ક ઓફ ઈન્ડિયાએ જાહેર હિતમાં જરૂરી અને યોગ્ય નિર્દેશ બહાર પાડ્યા છે. ક્રેડિટ કાર્ડ સંબંધિત આ નિર્દેશ દરેક શેડ્યુઅલ બેંક (પેમેન્ટ બેંકો, રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેંકો સિવાય)  અને તમામ નોન-બેંકિગ ફાઈનાન્સ કંપનીઓને (NBFCs ) લાગુ પડશે.

આ પણ વાંચો..Mumbai bullion Co. GST IT raid: બુલિયન કંપનીએ ઓફિસની દિવાલમાં આટલા કરોડ રૂપિયાની રોકડ અને ચાંદી છુપાવ્યા હતા. GST-IT કરી કાર્યવાહી.. જુઓ વિડિઓ

નવા નિયમ અનુસાર ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટેની કોઈપણ અરજીને ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કરનાર કંપનીઓએ સાત વર્કિંગ ડેમાં પુરી કરવી પડશે. જોકે, આ નિયમ કાર્ડધારક દ્વારા તમામ લેણાંની ચૂકવણીને આધીન છે. કાર્ડધારકોને હેલ્પલાઈન નંબર, ઈ-મેઈલ આઈડી, ઈન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ, વેબસાઈટ પર લિંક, ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ-એપ અથવા કોઈપણ અન્ય મોડ દ્વારા કાર્ડ બંધ કરવાની અરજી આપવાની સુવિધા આપવી પડશે.

RBIએ તેની માર્ગદર્શિકામાં જણાવ્યું કે, ક્રેડિટ કાર્ડ બંધ થયા પછી કાર્ડધારકને ઈમેલ, એસએમએસ(SMS) વગેરે દ્વારા તરત જ કાર્ડ બંધ થવા વિશે જાણ કરવી જરૂરી રહેશે. કાર્ડ ઈશ્યુઅર દ્વારા 7 દિવસમાં કાર્ડ બંધ કરવામાં નહિ આવે તો સંબંધિત કંપની ગ્રાહકને પ્રતિ દિવસ રૂ. 500નો દંડ વિલંબ પેટે ચૂકવવા પાત્ર થશે.

Gujarati banner 01