Hardik Patel speech e1623663119964

Hardik Patel praises BJP: હાર્દિક પટેલે પહેલી વખત કર્યા ભાજપના વખાણ… કહ્યું 370 ની કલમ હટાવવી એ મોટી ઉપલબ્ધી

Hardik Patel praises BJP: ભાજપના પહેલી વખત જાહેરમાં વખાણ કરતા કહ્યું હતું કે ભાજપ રાષ્ટ્રલક્ષી કામ કરી રહ્યા છે અને તેને ભાજપના સારા કામ દેખાઈ રહ્યા છે: હાર્દિક પટેલ

અમદાવાદ, 23 એપ્રિલ: Hardik Patel praises BJP: કોંગ્રેસ થી નારાજ ગુજરાતનો પાટીદાર નેતા હાર્દિક પટેલ ભાજપ તરફ ઢળી રહ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જોકે કોંગ્રેસને છોડવાની છેલ્લા થોડા દિવસથી ચાલી રહેલી અફવા પર તેણે સ્પષ્ટતા આપતા કહ્યું હતું કે તે હજી સુધી કોંગ્રેસમાં જ છે. જોકે સ્પષ્ટતા આપ્યા બાદ તેણે ભાજપના પહેલી વખત જાહેરમાં વખાણ કરતા કહ્યું હતું કે ભાજપ રાષ્ટ્રલક્ષી કામ કરી રહ્યા છે અને તેને ભાજપના સારા કામ દેખાઈ રહ્યા છે.

આ પણ વાંચો..Good news for farmers: ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર, હવે પાક ધિરાણનું એક પણ રૂપિયાનું વ્યાજ નહીં ભરવું પડે- વાંચો વિગત

ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓની ખોટી રાજનીતિ તેને ગમતી નથી અને તેને એ બાબતે કોઈ ચર્ચા કરવી નથી. (Hardik Patel praises BJP) એવું જાહેરમાં હાર્દિક પટેલ કહી ચૂક્યો છે. સાથે જ તેણે ભાજપ સારા કામ કરી રહ્યું હોવાનું કહીને તેણે ભાજપના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે હું હિંદુ છે અને તેના પર મને ગર્વ છે. અયોધ્યામાં રામ મંદિર બનવું અને જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ હટાવી એ સરકારની મોટી ઉપલબ્ધિ છે. તેથી આ કામની પ્રશંસા થવી જ જોઈએ. ભાજપ રાષ્ટ્રલક્ષી કામ કરી રહ્યું છે

એક તરફ તેણે ભાજપના વખાણ કર્યા હતા. તો બીજી તરફ હાર્દિકે ગુજરાતમાં કોંગ્રેસના નેતૃત્વ સામે સવાલ કરતા કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસમાં વધારે લિડર હોવાથી તે મજબૂત નથી. કોંગ્રેસમાં સાચી વાત કહે છે તો તે ગમતી નથી.

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *