NCB edited

બોલિવુડ પાર્ટીઝમાં ડ્રગ્સ સ્પલાયરના દીકરાની NCBએ 2 કરોડના ડ્રગ્સ સાથે કરી ધરપકડ..!

NCB

બોલિવુડ ડેસ્ક, 26 માર્ચઃ NCBએ ગુરૂવારે અને શુક્રવારે મુંબઈના લોખંડવાલા, વર્સોવા અને મીરા રોડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન NCBએ અનેક લક્ઝરી કાર જપ્ત કરી હતી અને તમામ કાર સીઝ કરી દેવામાં આવી છે. NCBએ મુંબઈના સૌથી મોટા ડ્રગ્સ સપ્લાયર ફારૂક બટાટાના દીકરા શાદાબ બટાટાને ઝડપી લીધો છે. મોડી રાતે 2 કરોડ રૂપિયાના MD ડ્રગ્સ સાથે શાદાબની ધરપકડ કરવામાં આવી હતી અને આ સાથે જ NCBને ભારે મોટી સફળતા હાથ લાગી છે તેમ કહી શકાય.

ADVT Dental Titanium

NCBના સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ફારૂખ બટાટાનો દીકરો શાદાબ બોલીવુડની પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. મુંબઈમાં વિદેશથી આવતા ડ્રગ્સનો સૌથી મોટો સપ્લાયર ફારૂખ બટાટા જ છે. સૂત્રોના કહેવા પ્રમાણે શાદાબ પાસેથી પૈસા ગણવાનું મશીન પણ મળી આવ્યું છે. હાલ તેની પુછપરછ કરવામાં આવી રહી છે અને તે કોના-કોના સાથે કનેક્શન ધરાવે છે તેની તપાસ ચાલુ છે.

Whatsapp Join Banner Guj

નોંધનીય છે કે, NCBની ટીમે અગાઉ 7 માર્ચ, 2021ના રોજ ગોવામાં એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. NCBએ સુશાંત સિંહ રાજપૂત ડ્રગ્સ કેસ સાથે સંકળાયેલા આરોપીઓ પાસેથી મળેલી જાણકારીના આધારે ગોવામાં દરોડો પાડ્યો હતો અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કર્યું હતું.

આ પણ વાંચો…

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath kovind)ને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલ ખસેડાયા, હાલ સારવાર હેઠળ