Sokhada gunatit swami mysterious death: સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું નિધન, અંતિમવિધિ અટકાવાઇ- વાંચો શું છે મામલો?

Sokhada gunatit swami mysterious death: ગુણાતીત સ્વામીના શંકાસ્દ મોત મામલે સંજય ચૌહાણ અને સુજીત પટેલ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી

વડોદરા, 28 એપ્રિલઃSokhada gunatit swami mysterious death: સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ રીતે નિધન થયું છે. ત્યારે તેમની અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી છે. સ્વામીના પાર્થિવદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. કેટલાક હરિભક્તોએ સ્વામીના મૃત્યુને લઈને તપાસની માંગ કરી છે. નોંધનીય છે કે, તેમનું નિધન થતાં અંતિમ ક્રિયા કરવામાં આવી રહી હતી. જોકે, અત્યારે તેમની અંતિમક્રિયા અટકાવી દેવામાં આવી છે. 

ગુણાતીત સ્વામીના શંકાસ્દ મોત મામલે સંજય ચૌહાણ અને સુજીત પટેલ દ્વારા પેનલ પોસ્ટમોર્ટમની માંગ કરવામાં આવી હતી. તેમણે અરજી કરી હતી કે, ગુણાતીત સ્વામીનું અચાનક મૃત્યુ થયું છે. આ સંત સ્વસ્થ હતા ને અચાનક મૃત્યુ થયું છે. એટલે અમને આશંકા છે. મૃત્યુ બાબતમાં અમારી પ્રાર્થના છે કે, આપ પેનલ પોસ્ટમોર્ટમ કરાવો. કારણ કે, ત્યાં તાત્કાલિક અંતિમ સંસ્કાર વિધી કરી રહ્યા છે  તો આપ તપાસ કરાવો ને પેનલ પોસ્ટમોર્ટમ કરાવો એવી વિનંતી.

આ પણ વાંચોઃ Elon Musk wants to buy Coca Cola: ટ્વિટર ડીલ બાદ હવે એલન મસ્કે ટ્વિટ કરી કહ્યું- હવે હું Coca-Cola પણ ખરીદી લઇશ!

બીજી તરફ કયા કારણોસર ગુણાતીત સ્વામીનું નિધન થયું તે ચર્ચાનો વિષય બન્યો છે. ગુણાતીત સ્વામીના મૃત્યુ મામલે અનેક તર્ક-વિતર્કો ભક્તોમાં ચર્ચાઈ રહ્યા છે.  જોકે, સૂત્ર કહી રહ્યા છે કે મોડી રાત્રે હાર્ટ એટેક આવવાથી મોત નીપજ્યું છે.  કયા કારણોસર નીપજ્યું મોત તે તપાસનો વિષય છે. ગુણાતીત ચરણદાસ ગુરુહરિપ્રસાદ દાસ ( ઉં – 69 વર્ષ) છેલ્લા 40 વર્ષથી સાધુ હતા.

સૌથી પહેલા જાણ પ્રભુપ્રિય સ્વામીને થયેલ. મરણનો સમય સાત વાગ્યાની આસપાસ હોવાનું જણાવાઈ રહ્યું છે. સોખડા સ્વામિનારાયણ મંદિરમાં ગુણાતીત સ્વામીનું શંકાસ્પદ રીતે નિધન થતાં કેટલાક હરિભક્તો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમજ સ્વામીના મૃત્યુ મામલે તપાસની માંગ કરી છે. ભક્તોનો આક્ષેપ ગુણાતીત સ્વામી મામલે તપાસ થાય તો વધુ વિગતો બહાર આવી શકે.

આ પણ વાંચોઃ Tata group will merge air india and airasia india: ટાટા ગ્રૂપ એર ઇન્ડિયા અને એર એશિયા ઇન્ડિયાનું મર્જર કરે તેવા એંધાણ- વાંચો વિગત

Gujarati banner 01