Elon Musk wants to buy Coca Cola

Elon Musk wants to buy Coca Cola: ટ્વિટર ડીલ બાદ હવે એલન મસ્કે ટ્વિટ કરી કહ્યું- હવે હું Coca-Cola પણ ખરીદી લઇશ!

Elon Musk wants to buy Coca Cola: ટ્વિટર ખરીદ્યા પછી, એલન મસ્કનું એક નવું ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેણે સોફ્ટ ડ્રિંક કંપની કોકા કોલા ખરીદવાની વાત કરી છે

બિઝનેસ ડેસ્ક, 28 એપ્રિલઃElon Musk wants to buy Coca Cola: થોડા દિવસો પહેલા જ નવા બનેલા ટ્વિટરના માલિક એલન મસ્ક ફરી ચર્ચામાં આવ્યા છે. વાત એમ છે કે, એલોન મસ્કે 28 એપ્રિલની સવારે ટ્વિટર પર એક ટ્વીટ કર્યું હતું, જેને લઈને ઘણી ચર્ચા થઈ રહ્યો છે. મસ્કે ટ્વિટ કર્યું, ‘હવે હું કોકા-કોલા ખરીદીશ જેથી હું કોકેઈન ઉમેરી શકું.’ માત્ર અડધા કલાકમાં આ ટ્વીટને 7 લાખથી વધુ લાઈક્સ અને હજારો કોમેન્ટ્સ મળી ચુકી છે.

નોંધનીય છે કે, કોકા કોલા એ ખૂબ જ લોકપ્રિય સોફ્ટ ડ્રિંક પ્રોડક્ટ છે. તે સમગ્ર વિશ્વમાં ખૂબ લોકપ્રિય પીણું છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, આજે લોકો જે કોકા કોલા અત્યારે ખૂબ જ ઉત્સાહથી પીવે છે તે વાસ્તવમાં કોકાના પાંદડામાંથી બનેલું પીણું હતું. જે હળવો નશો પણ કરાવતું હતું. તેથી જ તેને કોકા-કોલા નામ મળ્યું. જો કે, 1906 પછી કંપનીએ કોકેઈનને પાંદડામાંથી અલગ કરવાનું શરૂ કર્યું અને પછી તેનો પીણા તરીકે ઉપયોગ કર્યો.

ઉલ્લેખનીય છે કે, મસ્કે ટ્વિટરને 44 બિલિયન ડોલર્સમાં ખરીદ્યું છે. જો કે એલોન મસ્કે તેના થોડા સમય પહેલા ટ્વિટરમાં 9% હિસ્સો ખરીદ્યો હતો. હવે એલોન મસ્કે Twitter Inc માં 100% હિસ્સો હસ્તગત કર્યો છે.

આ પણ વાંચોઃ Tata group will merge air india and airasia india: ટાટા ગ્રૂપ એર ઇન્ડિયા અને એર એશિયા ઇન્ડિયાનું મર્જર કરે તેવા એંધાણ- વાંચો વિગત

આ પણ વાંચોઃ Judgment for class 1 admission in school: સુપ્રીમ કોર્ટનો નિર્ણય, કહ્યું- કેન્દ્રીય વિદ્યાલયના ક્લાસ વનમાં એડમિશન માટે હવે લઘુતમ વય મર્યાદા 6 વર્ષ જ રહેશે

Gujarati banner 01