Gurpatwant Singh Pannu

FIR Against Gurpatwant Singh Pannu: ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ વિરુદ્ધ અમદાવાદમાં FIR, જાણો શું છે મામલો…

FIR Against Gurpatwant Singh Pannu: આ આતંકીએ વર્લ્ડ કપ નહિ પણ ટેરર કપ હશે એવો કોલથી પ્રી રેકોર્ડ ફોનથી ધમકી આપી હતી

અમદાવાદ, 29 સપ્ટેમ્બરઃ FIR Against Gurpatwant Singh Pannu: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 4 ઓકટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. આ પહેલા જ ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા હુમલાની ધમકી આપવામાં આવતા પોલીસ હરકતમાં આવી છે.

વાત જાણે એમ છે કે, આતંકી ગુરૂપવતસિંહ પન્નુ પ્રિ રેકોર્ડ કોલ કરી ધમકી ભર્યા કેસમાં હવે અમદાવાદમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખુદ પોલીસ જ ફરિયાદી બની અને આ આતંકી સામે ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

વર્લ્ડ કપ મેચને લઈ ખાલિસ્તાનીની ધમકી બાદ હવે અમદાવાદ પોલીસ એક્શનમાં આવી છે. આ આતંકીએ વર્લ્ડ કપ નહિ પણ ટેરર કપ હશે એવો કોલથી પ્રી રેકોર્ડ ફોનથી ધમકી આપી હતી. વિગતો મુજબ સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ધમકી ભર્યા કોલ યુ.કે થી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઈ હવે સાયબર ક્રાઇમ બ્રાન્ચે તંકી ગુરૂપવતસિંધ પન્નુ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 4 ઓક્ટોબરે વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની યોજાવાની છે અને 5 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ મેચ રમાવવાની છે. એ પહેલા જ આતંકી ગુરૂપવતસિંહ પન્નુ દ્વારા ધમકી આપવામાં આવતા હડકંપ મચી ગયો હતો.

મહત્વનું છે કે, એક જ દિવસમાં 60 થી વધુ ધમકી ભર્યા કોલ આવ્યા બાદ સાયબર ક્રાઇમ બ્રાંચની તપાસમાં ધમકી ભર્યા કોલ યુ.કે થી આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેને લઈ સાયબર ક્રાઇમ બ્રાંચે આતંકી ગુરૂપવતસિંહ પન્નુ વિરુદ્ધ IPC 121 A, 153 A, 153 B(A, C), 505 (1)b, 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો… Bhadravi Poonam: ભાદરવી પૂનમ એટલે શ્રદ્ધાળુઓ માટે મા અંબાને ખોળે રમવાનો અનેરો પ્રસંગ: વૈભવી જોશી

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો