Patna serial blast case

Patna serial blast case: પટના બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, કોર્ટે 10માંથી 9 આરોપીઓને દોષી ઠેરવ્યા- વાંચો વિગત

Patna serial blast case: 2013ના વર્ષમાં પટના ખાતે થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસના 10માંથી 9 આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે

નવી દિલ્હી, 27 ઓક્ટોબરઃ Patna serial blast case: બિહારની રાજધાની પટનાના ગાંધી મેદાન બ્લાસ્ટ કેસમાં NIAની વિશેષ અદાલત (પટના)એ આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. 2013ના વર્ષમાં પટના ખાતે થયેલા સીરિયલ બ્લાસ્ટ કેસના 10માંથી 9 આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા છે. જ્યારે એક આરોપીને પુરાવાના અભાવે કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. આગામી 1 નવેમ્બરના રોજ કોર્ટ આ મામલે દોષીતોને સજા સંભળાવશે.

ઉલ્લેખનીય છે કે આજથી 8 વર્ષ પહેલા આજના દિવસે જ પટના ખાતે નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન જોરદાર વિસ્ફોટ થયો હતો. 27 ઓક્ટોબર, 2013ના રોજ બિહારની રાજધાની ખાતે થયેલા તબક્કાવાર વિસ્ફોટોમાં 6 લોકોના મોત થયા હતા અને 90 કરતા વધારે લોકોને ઈજાઓ પહોંચી હતી.

જોકે, આ બ્લાસ્ટ થયા હોવા છતાં રેલી પણ નીકળી હતી અને નરેન્દ્ર મોદીએ સંબોધન પણ કર્યું હતું. આ કેસમાં ઈન્ડિયન મુજાહિદ્દીન (IM)ના નવ શકમંદ અને સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઈન્ડિયા (SIMI)ના એકને આરોપી બનાવવામાં આવ્યા હતા

આ પણ વાંચોઃ Pay grade Andolan: ગુજરાતમાં પે ગ્રેડ આંદોલનોને લઈને ઘેરાઈ સરકાર, સચિવાલયમાં દિવસભરથી બેઠકોનો દોર

Whatsapp Join Banner Guj