Modi Government Increased MSP farmer

Important decision farmers: સિંચાઇની સમસ્યાને લઇ ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

Important decision farmers: મગફળીના ટેકાના ભાવ માટે રજિસ્ટ્રેશનનો ટાઈમ 31 ઓકટોબર સુધી લંબાવવા આવ્યો છે

ગાંધીનગર, 27 ઓક્ટોબરઃ Important decision farmers: ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મહત્વનો નિર્ણય ખેડૂતો માટે લેવામાં આવ્યો છે. જે કોઈ પણ ખેડૂત ઓનલાઈન રજીસ્ટ્રેશનથી વંચિત છે તેના માટે 5 દિવસનૉ સમય ગાળો વધારી દેવામાં આવ્યો છે.તો બીજી તરફ ખેડૂતોના સિચાઈના પાણીને લઈને પણ ગુજરાત સરકાર દ્વારા મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે. મગફળીના ટેકાના ભાવ માટે રજિસ્ટ્રેશનનો ટાઈમ 31 ઓકટોબર સુધી લંબાવવા આવ્યો છે

કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના જણાવ્યા અનુસાર સિંચાઇનું પાણી દરવખતે દિવાળી બાદ ખેડૂતો માટે છોડવામાં આવે છે પણ કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોને શનિવારથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરતાં આવ્યું છે તે બાદ આ વખતે ખેડૂતોને સિંચાઇનું પાણી તેમને જરૂર હશે ત્યારે સીઝન દરમિયાન છોડી દેવામાં આવશે આ માટે બેઠકમાં જ સબધિત અધિકારીને સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Patna serial blast case: પટના બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, કોર્ટે 10માંથી 9 આરોપીઓને દોષી ઠેરવ્યા- વાંચો વિગત

Whatsapp Join Banner Guj