PM Modi

PM birthday celebration by BJP: વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભાજપે ત્રણ સપ્તાહ સુધી તેની ઉજવણી કરવાનુ નક્કી કર્યુ- આ રીતે કરશે ઉજવણી

PM birthday celebration by BJP: 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવશે.દેશમાં 14 કરોડ રાશન બેગ વહેંચાશે તેમજ દેશભરમાંથી થેન્ક્યુ મોદીજી લખેલા પાંચ કરોડ પોસ્ટ કાર્ડ મોકલવામાં આવશે.

નવી દિલ્હી, 10 સપ્ટેમ્બરઃ PM birthday celebration by BJP: વડાપ્રધાન મોદીનો 17 સપ્ટેમ્બરે જન્મ દિવસ છે ત્યારે ભાજપે  આ નિમિત્તે ત્રણ સપ્તાહ સુધી તેની ઉજવણી કરવાનુ નક્કી કર્યુ છે. જેના ભાગરુપે 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સુધી અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવશે.દેશમાં 14 કરોડ રાશન બેગ વહેંચાશે તેમજ દેશભરમાંથી થેન્ક્યુ મોદીજી લખેલા પાંચ કરોડ પોસ્ટ કાર્ડ મોકલવામાં આવશે.

દેશમાં 71 સ્થળોએ નદીઓની સફાઈ પણ કરવામાં આવશે સાથે સાથે સોશિયલ મીડિયા પર હાઈ પ્રોફાઈલ કેમ્પેન પણ હાથ ધરાશે.સરકારના કોરોના રસીકરણ અભિયાનને પણ પ્રોજેક્ટ કરવાનુ નક્કી કરાયુ છે.પીએમ મોદીના જીવન પર ભાજપ દ્વારા સેમિનારો યોજવાનુ પણ પ્લાનિંગ કરાયુ છે.

આ પણ વાંચોઃ Ganesh Chaturthi Muhurat 2021: ગણેશ ચતુર્થી નિમિત્તે જ્યોતિષ મૌલી રાવલ પાસેથી જાણીએ ગણપતિ દાદાની સ્થાપ્ન કરવાનું શુભ મૂહુર્ત..

ગયા વર્ષે ભાજપે એક સપ્તાહ સુધી પીએમ મોદીના જન્મ દિવસની ઉજવણી કરી હતી.જોકે આ વખતે ઉજવણીનો વ્યાપ વધારાશે અને ત્રણ સપ્તાહ સુધી ચાલનારા અભિયાનને સેવા અને સમર્પણ અભિયાન(PM birthday celebration by BJP) નામ અપાયુ છે.

2014 બાદ એમ પણ ભાજપના રાજકીય અભિયાનોમાં પીએમ મોદી જ કેન્દ્ર સ્થાને રહ્યા છે.ભાજપે હવે પીએમ મોદીના જન્મ દિવસ(PM birthday celebration by BJP)ની ઉજવણી કરીને લોકો સુધી પહોંચવાનુ નક્કી કર્યુ છે.14 કરોડ રેશન બેગ પર પીએમ મોદીનો ફોટો હશે અને તેનાથી ભાજપ એવુ સાબિત કરવા માંગે છે કે, ગરીબો માટે વિચારતા એક માત્ર નેતા પીએમ મોદી છે.

Whatsapp Join Banner Guj