high court divorce approved

high court divorce approved: લો બોલો..! પત્નીની માનસિક ક્રૂરતાના લીધે વજન 21 કિલો ઘટયું, આ કારણે હાઈકોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા

high court divorce approved: હાઇકોર્ટે જણાવ્યું હતું કે મહિલાએ તેના પતિ અને કુટુંબ સામે ફોજદારી કેસો નોંધાવ્યા હતા, આ બધા જૂઠા કેસો હતા. આ પ્રકારે જૂઠા કેસો નોંધાવવા તે માનસિક ક્રૂરતા બરાબર છે

હિસાર, 10 સપ્ટેમ્બર: high court divorce approved: હરિયાણામાં હિસારમાં રહેતા એક શખ્સનું વજન લગ્ન પછી પત્નીના અત્યાચારના લીધે 21 કિલો ઘટી ગયુ અને તેના આધારે કોર્ટે છૂટાછેડા પણ મંજૂર રાખ્યા. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે હિસારની ફેમિલી કોર્ટનો છૂટાછેડાને મંજૂરી આપતો નિર્ણય જાળવી રાખ્યો. 

આ કેસ(high court divorce approved)માં દિવ્યાંગ શખ્સે દાવો કર્યો હતો કે તેનું વજન લગ્ન પછી પત્નીના અત્યાચારના લીધે 21 કિલો ઘટી ગયું. તેણે જણાવ્યું હતું કે મારૂં વજન 74 કિલો હતું, પરંતુ લગ્ન પછી પત્નીની માનસિક ક્રૂરતાના લીધે મારૂં વજન ઘટીને 53 કિલો થઈ ગયું. મને આના લીધે છૂટાછેડા જોઈએ છે. આ પીડિત શખ્સ કાનેથી ઓછું સાંભળે છે. 

પીડિત શખ્સની પત્નીએ હિસારની ફેમિલી કોર્ટના ચુકાદા સામે હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. હાઇકોર્ટે તેનો કેસ ફગાવી દીધો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે મહિલાએ તેના પતિ અને કુટુંબ સામે ફોજદારી કેસો નોંધાવ્યા હતા, આ બધા જૂઠા કેસો હતા. આ પ્રકારે જૂઠા કેસો નોંધાવવા તે માનસિક ક્રૂરતા બરાબર છે. 

આ પણ વાંચોઃ PM birthday celebration by BJP: વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે ભાજપે ત્રણ સપ્તાહ સુધી તેની ઉજવણી કરવાનુ નક્કી કર્યુ- આ રીતે કરશે ઉજવણી

ન્યાયાધીશ રીતુ બોહરી અને ન્યાયાધીશ અર્ચના પુરીની બેન્ચે 27 ઓગસ્ટ 2019ના રોજ આદેશ રદ કરવાની માંગ કરનારી હિસારની મહિલાની અરજીને ફગાવી દીધી અને તે આદેશને જાળવ્યો જેમા ફેમિલી કોર્ટે તેના પતિની અરજીનો સ્વીકાર કરી લીધો હતો અને તેને છૂટાછેડા આપી દીધા હતા. પીડિત પતિએ જણાવ્યું હતું કે તેની પત્નીનો મિજાજ ગરમ છે અને અનાવશ્યક ખર્ચા કરે છે. 

પતિના આરોપોને ફગાવી દેતા પત્નીએ દલીલ કરી હતી કે તેણે હંમેશા તેની વૈવાહિક જવાબદારીઓને પ્યાર અને માન સન્માન સાથે નીભાવી. તેણે એમ પણ દાવો કર્યો કે લગ્નના છ મહિના પછી તેના પતિ અને તેના કુટુંબના સભ્યોએ દહેજ માટે તેની હેરાનગતિ કરી હતી.

મામલાની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે જણાવ્યું હતું કે મહિલાએ 2016માં તેના પતિને છોડી દીધો હતો અને પોતાની પુત્રીને પણ સાસરીમાં છોડી દીધી હતી. તેણે ક્યારેય તેને મળવાનો પ્રયત્ન ન કર્યો. કોર્ટે તે પણ જોયું કે પતિના કુટુંબે ક્યારેય દહેજ માંગ્યું ન હતુ અને લગ્ન પછી મહિલાના ઉચ્ચ શિક્ષણ માટે પોતે રૂપિયા ખર્ચ્યા હતા. 

આ પણ વાંચોઃ Ganesh chaturthi 2021: શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી? સાથે વાંચો વિઘ્નહર્તાના પરિવાર વિશે..

હાઇકોર્ટે જોયું કે મહિલાએ તેના પતિ અને તેના કુટુંબીઓ સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી. આ રીતે મહિલાની અરજીને હાઇકોર્ટે નકારી કાઢી તથા હિસાર કોર્ટના ચુકાદાને જાળવી રાખ્યો. આ દંપતીના 2012માં લગ્ન થયા હતા અને તેનો પતિ બેન્કમાં નોકરી કરે છે. પત્ની હિસારની ખાનગી સ્કૂલમાં શિક્ષક છે. આ દંપતીની પુત્રી પિતાની સાથે રહે છે.

Whatsapp Join Banner Guj