Anil deshmukh 1

અનિલ દેશમુખના રાજીનામા(Resignation) બાદ કેન્દ્રીય મંત્રીનું નિવેદન, કહ્યું- રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ

Resignation

મુંબઇ, 06 એપ્રિલઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આખરે પદેથી રાજીનામું(Resignation) આપી દીધુ છે. અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો ત્યારથી જ અનિલ દેશમુખ વિરોધીઓના નિશાને હતા. તાજેતરમાં ઠાકરે સરકાર પર નિશાન સાંધતા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ મહારાષ્ટ્રના રાજકીય બાબત પર નિવેદન આપતા કહ્યુ કે, રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. જેથી અહીં રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ. તેમણે કહ્યું કે, મેં આ બાબતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખી માંગ કરી છે કે રાજ્યમાં હવે રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરી દેવુ જોઈએ. 

રામદાસ અઠાવલેએ કહ્યુ કે, હવે લાગતું નથી કે મહાવિકાસ અઘાડી સરકાર રાજ્યમાં પોતાનો કાર્યકાળ પૂરો કરી શકશે. દેશમાં કોરોનાના 60-65 ટકા કેસ મહારાષ્ટ્રથી આવી રહ્યાં છે. તેવામાં રાજ્ય સરકારની સ્થિતિ ખુબ ડામાડોળ છે. વધુમાં કહ્યું કે, અઠાવલેએ કહ્યુ કે, ગૃહમંત્રી અનિલ દેશમુખે પહેલા રાજીનામુ આપવાની જરૂર હતી. પરંતુ તેમને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એનસીપી દ્વારા બચાવવાના તમામ પ્રયાસ કરવામાં આવ્યા. હવે શરદ પવારે અનિલ દેશમુખને રાજીનામુ આપવાની મંજૂરી આપી છે, તે સારી વાત છે. 

તો મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અનિલ દેશમુખના રાજીનામા પર નિવેદન આપતા કહ્યુ કે, દેશમુખે રાજીનામુ પહેલા આપી દેવાની જરૂર હતી, જે સમયે તેમના પર આરોપ લાગ્યા હતા. ઉચ્ચ ન્યાયાલયના હસ્તક્ષેપ બાદ ગૃહમંત્રીએ રાજીનામુ આપ્યુ છે. મુખ્યમંત્રી ઠાકરે ખામોશ કેમ છે? આ સવાલ પણ ફડણવીસે કર્યો છે. 

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

Vidhansabha Election 2021: દેશના આ પાંચ રાજ્યો સવારે 7 વાગ્યાથી મતદાન શરુ, પીએમ મોદીએ કરી મતદાનની અપીલ

ADVT Dental Titanium