Asia Cup 2022

Asia Cup 2022 Schedule: એશિયા કપનો કાર્યક્રમ જાહેર, આ દિવસે ભારત-પાક વચ્ચે રમાશે મેચ- વાંચો વિગત

Asia Cup 2022 Schedule: ટૂર્નામેન્ટની શરૂઆત 27 ઓગસ્ટે થશે અને ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે

સ્પોર્ટ્સ ડેસ્ક, 03 ઓગષ્ટઃ Asia Cup 2022 Schedule: યુએઈમાં 27 ઓગસ્ટથી શરૂ થતા એશિયા કપ-2022નો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. એશિયા કપ આ વર્ષે ટી20 ફોર્મેટમાં રમાશે. ટૂર્નામેન્ટની શરૂઆત 27 ઓગસ્ટે થશે અને ફાઈનલ 11 સપ્ટેમ્બરે રમાશે. આ ટૂર્નામેન્ટમાં 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે. ટૂર્નામેન્ટમાં કુલ છ ટીમ ભાગ લેવાની છે. જેમાંથી પાંચ ટીમ ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફગાનિસ્તાન છે. જ્યારે એક ક્વોલિફાયર ટીમ સામેલ થશે.

આ પણ વાંચોઃ 5G spectrum auctions: 700 મેગાહર્ટ્ઝ બેન્ડ ખરીદનાર જિયો એકમાત્ર ઓપરેટર, 5G માટે કેમ મહત્વનું છે 700 મેગાહર્ટ્ઝ બેન્ડ ?

એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે પ્રથમ મેચ શ્રીલંકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. જ્યારે બીજી મેચ 28 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. તો ટૂર્નામેન્ટની ફાઇનલ 11 સપ્ટેમ્બરે રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચનું આયોજન દુબઈ અને શારજાહમાં થશે. 

તો કાર્યક્રમની જાહેરાત થતાં જ ક્રિકેટ પ્રેમીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટના મેદાન પર ટી20 વિશ્વકપ પહેલા ફરી ભારત-પાકિસ્તાનની ટીમ વચ્ચે ટક્કર જોવા મળશે. 

આ પણ વાંચોઃ Women’s team wins gold in lawn Bowl: લોન બાઉલ્સમાં ભારતે ઈતિહાસ સર્જયો, મહિલા ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

Gujarati banner 01