Importance of shravan month Shiv

Importance of shravan month: શા માટે દેવાધિદેવ મહાદેવનો શ્રાવણ મહિનો ખાસ છે?, આ મહિનાનું મહત્વ

Importance of shravan month: શ્રાવણ મહિનાના મહત્ત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના ચાર મુખ, ઇન્દ્રની હજાર આંખ અને શેષનાગની બે હજાર જીભ બની છે

ધર્મ ડેસ્ક, 03 ઓગષ્ટઃ Importance of shravan month: ભગવાન શિવને શ્રાવણ ખૂબ જ પ્રિય છે. એટલે આ મહિનામાં શિવપૂજાનું ખૂબ જ મહત્ત્વ છે. શ્રાવણનો દરેક દિવસ ખૂબ જ ખાસ હોય છે. સોમવારથી રવિવાર સુધી દરરોજ કરવામાં આવતી શિવપૂજાથી અલગ-અલગ શુભફળ મળે છે. આ મહિને દર બીજા-ત્રીજા દિવસે કોઈ શુભ તિથિ-તહેવાર અને ઉત્સવ હોય છે. એટલે ગ્રંથોમાં શ્રાવણ મહિનાને પર્વ પણ કહેવામાં આવે છે.

ભગવાન શિવજીએ બ્રહ્માજીના પુત્ર સનત્કુમારને જણાવ્યું કે શ્રાવણ મને ખૂબ જ પ્રિય છે. શિવજી કહે છે કે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે. આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે. આ મહિનાના એક દિવસમાં પણ સંપૂર્ણ વિધિ-વિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય લાગે છે. શ્રાવણ મહિનાના મહત્ત્વને સંપૂર્ણ રીતે જણાવવા માટે બ્રહ્માજીના ચાર મુખ, ઇન્દ્રની હજાર આંખ અને શેષનાગની બે હજાર જીભ બની છે.

આ પણ વાંચોઃ 20 days of festival in August: ઓગષ્ટમાં વ્રત-પર્વના 20 દિવસ, જાણો તહેવારોની તીથિ અને તારીખ

દેવી પાર્વતી, માર્કંડેય ઋષિ અને સમુદ્ર મંથન સાથે જોડાયેલો શ્રાવણ

  • દેવી પાર્વતીએ યુવાવસ્થામાં શ્રાવણ મહિનામાં કશું જ ખાધા કે પાણી પીધા વિના કઠોર વ્રત અને તપસ્યા કરી હતી. ત્યાર પછી શિવજીએ પ્રસન્ન થઈને તેમની સાથે લગ્ન કર્યાં. તેનું એક કારણ એ પણ છે કે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં પૃથ્વી ઉપર પોતાના સાસરે ગયા હતાં અને ત્યાં તેમનું સ્વાગત અર્ઘ્ય અને જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું હતું. માન્યતા છે કે દર વર્ષે શ્રાવણમાં ભગવાન શિવ પોતાના સાસરે આવે છે.
  • માન્યતા છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતું. સમુદ્ર મંથન સમયે જે હલાહલ વિષ બહાર આવ્યું હતું તેને ભગવાન શંકરજીએ ગળામાં જ રોકી લીધું અને સૃષ્ટિની રક્ષા કરી હતી. પરંતુ વિષ પીધા પછી ભગવાનનો કંઠ વાદળી પડી ગયો હતો. એટલે તેમનું નામ નીલકંઠ મહાદેવ પડ્યું. ઝેરની અસર ઘટાડવા માટે બધા દેવી-દેવતાઓએ તેમને જળ ચઢાવવાનું શરૂ કર્યું. એટલે શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું ખાસ મહત્ત્વ છે.
  • થોડા વિદ્વાનોએ માર્કંડેય ઋષિની તપસ્યાને પણ શ્રાવણ મહિના સાથે જોડી છે. માન્યતા છે કે માર્કંડેય ઋષિની ઉંમર ઓછી હતી. પરંતુ તેમના પિતા મરકંડૂ ઋષિએ તેમને અકાળમૃત્યુ દૂર કરી લાંબી ઉંમર મેળવવા માટે શિવજીની વિશેષ પૂજા કરવાનું કહ્યું. ત્યારે માર્કંડેય ઋષિએ શ્રાવણ મહિનામાં જ કઠોર તપસ્યા કરી શિવજીને પ્રસન્ન કર્યાં. જેથી મૃત્યુ એટલે કાળના દેવતા યમરાજ પણ નતમસ્તક થઈ ગયાં હતાં. એટલે શિવજીને મહાકાળ પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચોઃ Asia Cup 2022 Schedule: એશિયા કપનો કાર્યક્રમ જાહેર, આ દિવસે ભારત-પાક વચ્ચે રમાશે મેચ- વાંચો વિગત

Gujarati banner 01