Protest

Sanjay Singh Arrest Update: સંજય સિંહની ગિરફ્તારી મામલે રાજકારણ ગરમાયું, દિલ્હી અને મુંબઈમાં AAPનું વિરોધ પ્રદર્શન

Sanjay Singh Arrest Update: સંજય સિંહના પિતા પણ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા

નવી દિલ્હી, 05 ઓક્ટોબરઃ Sanjay Singh Arrest Update: દિલ્હીમાં કથિત લીકર પોલિસી કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું છે. ગઈકાલે આ મામલે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. હવે આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને નેતાઓ તેમની ધરપકડના વિરોધમાં વિરોધ પ્રદર્શન કર્યું છે.

દિલ્હી, મુંબઈ અને પૂણેમાં અનેક સ્થળોએ ધરણા અને પ્રદર્શન જોવા મળ્યુ હતું. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અને નેતાઓએ ઈડી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. બીજી તરફ બીજેપીએ પણ દિલ્હીની કેજરીવાલ સરકાર વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો હતો અને આજે રાજઘાટ પર શાંતિપૂર્વક ધરણા કર્યા હતા.

સંજય સિંહના પિતા પણ વિરોધ પ્રદર્શનમાં સામલે થયા

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરીને વિરોધ કર્યો હતા. પ્રદર્શનકારીઓના હાથમાં સંજય સિંહ નહીં જૂકેગા અને I.N.D.I.A.ના પોસ્ટર હતા. સંજય સિંહના પિતા પણ આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા.

આ પણ વાંચો… Sikkim Flood News: સિક્કિમાં તળાવ ફાટ્યા બાદ સ્થિતિ સ્ફોટક, પુરના કારણે આટલા લોકોના થયા મોત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો