Assam Flood

Sikkim Flood News: સિક્કિમાં તળાવ ફાટ્યા બાદ સ્થિતિ સ્ફોટક, પુરના કારણે આટલા લોકોના થયા મોત

Sikkim Flood News: કુદરતી આફતને કારણે સિક્કિમના ત્રણ જિલ્લામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોતની પુષ્ટિ થઈ

નવી દિલ્હી, 05 ઓક્ટોબરઃ Sikkim Flood News: ઉત્તર સિક્કિમમાં દક્ષિણ લોનાક તળાવ ફાટ્યા બાદ તિસ્તા નદીમાં અચાનક પૂર જેવી સ્થિતિને કારણે, સિક્કિમ અને ઉત્તર બંગાળમાં તિસ્તા નદીના કિનારાના વિસ્તારોમાં જીવન અને સંપત્તિને વ્યાપક નુકસાન થયું છે. આ કુદરતી આફતને કારણે સિક્કિમના ત્રણ જિલ્લામાં અત્યાર સુધીમાં 14 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.

સિક્કિમ સરકારના જમીન મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા મોડી રાત્રે જારી કરાયેલા અહેવાલ મુુજબ, તિસ્તા નદીના કારણે સિક્કિમના ત્રણ જિલ્લામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાંથી ગંગટોક જિલ્લામાં 3, મંગન જિલ્લામાં 4 અને પાકિમ જિલ્લામાં 7 લોકોના મોત થયા છે.

નામચી જિલ્લામાં કોઈનું મૃત્યુ થયું નથી પરંતુ 5 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. એ જ રીતે ગંગટોકમાં 22 લોકો, મંગનમાં 16 લોકો અને પાકિમમાં 59 લોકો તિસ્તામાં ઘોવાઈ ગયા છે. ઘાયલોની સંખ્યા 26 હોવાનું કહેવાય છે. જેમાં ગંગટોકમાં 5 અને પાકિમમાં 21 લોકો સામેલ છે.

તિસ્તા નદીમાં પૂરના કારણે કુલ 11 પુલ સંપૂર્ણપણે નાશ પામ્યા

તિસ્તા નદીમાં પૂરના કારણે કુલ 11 પુલ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા, જેમાં ગંગટોકમાં એક, મંગનમાં 8 અને નામચીમાં બે પુલનો સમાવેશ થયા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત ચાર જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ફસાયેલા કુલ 2011 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો… World Cup Opening Match: અમદાવાદમાં આજથી ક્રિકેટના મહાકુંભ વર્લ્ડકપનો શુભારંભ, જાણો ટૂર્નામેન્ટ સંબંધિત માહિતીઓ…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો