School Bus Accident in Haryana

School Bus Accident in Haryana: હરિયાણામાં સ્કુલ બસ પલટી જતા 8 બાળકોના મોત, ડ્રાઇવર હતો નશામાં

School Bus Accident in Haryana: આ ઘટના બાદ તેમાંથી 15 બાળકોને ઈજા પહોંચી

whatsapp banner

નવી દિલ્હી, 11 એપ્રિલઃ School Bus Accident in Haryana: હરિયાણાના મહેન્દ્રગઢમાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં આઠ બાળકોના મોત નીપજ્યા છે. ગુરુવારે સવારે એક સ્કૂલ બસ બેકાબૂ થઈને પલટી ગઈ હતી. આ બસમાં લગભગ 35થી 40 બાળકો સવાર હતાં. ઘટના બાદ તેમાંથી 15 બાળકોને ઈજા પહોંચી છે, જેમને નજીકના હોસ્પિટલ ખસેડાયા છે.

આ પણ વાંચો:- Overseas Friends of BJP: અમેરિકાના વિવિધ શહેરોમાં પી એમ મોદીના સમર્થનમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન; 400 પાર નો સિંહનાદ

આ બાળકોમાંથી ગંભીર રીતે એક ઈજાગ્રસ્ત બાળકને વેન્ટિલેટર પર રખાયો હતો. જોકે, થોડા સમય બાદ તેનું પણ મૃત્યુ થયું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર ઘટના મહેન્દ્રગઢ જિલ્લાના કનીના વિસ્તારની છે. ઘટનાનો ભોગ બનનાર બસ એક ખાનગી સ્કૂલની છે. ઘટનામાં લગભગ 15 બાળકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના કનીબા વિસ્તારના નજીકના કનીના-દાદરી રોડ પર ઘટી હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો